ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / સૌથી મોંઘી ઘડિયાળ પહેરે છે આ ભારતીય ક્રિકેટર, 7 ખેલાડીઓની નેટવર્થ પણ આની સામે કંઇ ના કહેવાય!
Last Updated: 05:09 PM, 1 September 2025
ADVERTISEMENT
ભારતમાં ક્યા ક્રિકેટર પાસે સૌથી મોંઘી ઘડિયાળ છે? આ સવાલનો જવાબ આપતાં સૌપ્રથમ તમારા મનમાં વિરાટ કોહલી, એમ.એસ. ધોની અથવા રોહિત શર્માનું નામ આવશે. પરંતુ, જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં આ દિગ્ગજોમાંથી કોઈનું પણ નામ સામેલ નથી.
ADVERTISEMENT
ભારતમાં સૌથી મોંઘી ઘડિયાળ પહેરનારા લોકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સામેલ એકમાત્ર ક્રિકેટર એવો છે જે સૌથી મોંઘી ઘડિયાળ પહેરવાનો શોખીન છે. તે ક્રિકેટર છે આપણાં સૌના ફેવરિટ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા.
કેટલી મોંઘી ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા?
ADVERTISEMENT
સૌથી મોંઘી ઘડિયાળ પહેરનાર સેલિબ્રિટીની યાદીમાં અનંત અંબાણી અને સલમાન ખાન પછી ત્રીજા નંબર પર હાર્દિક પંડ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે હાર્દિક પંડ્યાની એ ઘડિયાળ કઈ છે અને તેની કિંમત કેટલી છે?
હાર્દિક પંડ્યા પાસે જે સૌથી મોંઘી ઘડિયાળ છે એ Patek Philippe બ્રાન્ડની છે. આ ઘડિયાળની માર્કેટ કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 43 કરોડ રૂપિયા છે. એટલે કે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા અનેક ખેલાડીઓની નેટવર્થ કરતાં પણ વધારે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘડિયાળની કિંમતથી પણ ઓછી નેટવર્થ ધરાવતા ખેલાડીઓ
હવે વાત કરીએ એ ખેલાડીઓની, જેઓ એશિયા કપ 2025ની ટીમ ઈન્ડિયામાં સામેલ છે પરંતુ તેમની નેટવર્થ હાર્દિક પંડ્યાની આ એક જ ઘડિયાળની કિંમતથી પણ ઓછી છે. આ યાદીમાં જિતેશ શર્મા, રિંકુ સિંહ, તિલક વર્મા, અભિષેક શર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ આમ કુલ સાત ખેલાડીઓ સામેલ છે. આ ખેલાડીઓની નેટવર્થ 35 કરોડ રૂપિયાથી નીચે છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ કેટલી?
રિપોર્ટ મુજબ તો સ્પષ્ટ થાય છે કે હાર્દિક પંડ્યા પાસે 43 કરોડ રૂપિયાની મોંઘી ઘડિયાળ છે. હવે તેમની પોતાની નેટવર્થ વિશે જાણવું પણ રસપ્રદ બને છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યાની કુલ નેટવર્થ લગભગ 100 કરોડ રૂપિયા જેટલી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: MS ધોની નહીં આ વિકેટ કીપરે પકડ્યા છે સૌથી વધુ કેચ, જુઓ ટોપ 5 ખેલાડીનું લિસ્ટ
હાર્દિક પંડ્યાની પાસે ઘડિયાળનું એક વિશાળ કલેક્શન પણ છે, જેમાં કેટલીક ઘડિયાળો લાખો રૂપિયાની છે તો ઘણી ઘડિયાળની કિંમત કરોડોમાં પણ પહોંચી જાય તેટલી છે.
સંકળાયેલા મુદ્દાઓ