બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 19 August 2025
ભારતીય ટીમને એશિયા કપમાં ગ્રુપ-એમાં પાકિસ્તાન, ઓમાન અને યુએઈ સાથે રાખવામાં આવી છે. ભારતીય ટીમ તેની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે દુબઈમાં યુએઈ સામે રમશે. ત્યારે આજે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ છે.
ADVERTISEMENT

એશિયા કપ 2025 શરૂ થવાને આડે હવે માત્ર થોડા જ દિવસો . એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. T20 ફોર્મેટમાં યોજાઈ રહેલો એશિયા કપ આ વખતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે શહેરો અબૂધાબી અને દુબઈમાં થશે. એશિયા કપ માટે ઇન્ડિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિટિંગમાં કેપ્ટન સુર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા રમશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
21 વર્ષ પછી આવું પહેલીવાર થશે
વિરાટ કોહલી અને રોહિત શર્મા, આ બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. આવી સ્થિતિમાં, આ બંને ખેલાડીઓ આ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે નહીં.21 વર્ષ પછી આ પહેલીવાર હશે જ્યારે આ બંને ખેલાડીઓમાંથી કોઈ પણ એશિયા કપમાં મેદાન પર જોવા મળશે નહીં
ADVERTISEMENT
વધુ વાંચો: એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, સૌથી વધારે પુરસ્કાર કોના નામે, પાક. તો ક્યાંય છેટું
ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમ એ એવી ટીમ છે, જેણે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જેમાંથી તેણે 7 વખત ODI ફોર્મેટમાં અને એક વખત T20 ફોર્મેટમાં ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ 6 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે પાકિસ્તાને બે વખત એશિયા કપ ટ્રોફી જીતી છે.
ADVERTISEMENT
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.