બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, સૌથી વધારે પુરસ્કાર કોના નામે, પાક. તો ક્યાંય છેટું

સ્પોર્ટ્સ / એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, સૌથી વધારે પુરસ્કાર કોના નામે, પાક. તો ક્યાંય છેટું

Published By: Priyankka Triveddi

Last Updated: 03:26 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 માટે આજે મંગળવારે Indian Teamની જાહેરાત થઈ છે. 9 સપ્ટેમ્બરથી ટુર્નામેંટની શરૂઆત થશે.

Asia Cup 2025 India Squad: Asia Cup2025 માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે 8 ટીમો વચ્ચેનો એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપના ઇતિહાસમાં આ ત્રીજી વખત હશે જ્યારે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આ વખતે 8 ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

1984માં થઈ હતી શરૂઆત

દર બે વર્ષે યોજાતા એશિયા કપમાં ભારતીય ટીમનું વર્ચસ્વ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત ભારતીય ટીમે આ ટુર્નામેન્ટ સૌથી વધુ વખત જીતી છે. એશિયા કપની સ્થાપના 1983 માં થઈ હતી. એક વર્ષ પછી 1984 માં તેની પ્રથમ ઇવેન્ટ શારજાહ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાઈ હતી. ત્યારથી આ ટુર્નામેન્ટ 16 વખત રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ સૌથી વધુ વખત એટલે કે 8 વખત ચેમ્પિયન બની છે. શ્રીલંકાએ 6 વખત એશિયા કપ ટ્રોફી જીતી છે અને પાકિસ્તાને ફક્ત 2 વખત જ જીતી છે. આ ત્રણ ટીમો સિવાય અત્યાર સુધી કોઈ અન્ય ટીમ એશિયા કપ જીતી શકી નથી.

2 વખત T20 ફોર્મેટમાં રમાઈ છે મેચ

એશિયા કપ પહેલા 12 સીઝન માટે ODI ફોર્મેટમાં રમાયો હતો. પરંતુ 2016 થી આ ટુર્નામેન્ટ ODI અને T20 ફોર્મેટમાં વારાફરતી રમાઈ રહી છે. અત્યાર સુધી એશિયા કપ T20 ફોર્મેટમાં ફક્ત બે વાર રમાઈ છે. તે પહેલી વાર 2016 માં અને બીજી વાર 2022 માં T20 ફોર્મેટમાં રમાઈ હતી.

શું છે એશિયા કપનું આખું શિડ્યુઅલ

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી યુએઈના બે મોટા શહેરો અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE તો ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે દુબઈમાં UAE સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ તેનો આગામી મુકાબલો 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રુપની ટોચની 2 ટીમો સુપર-4 તબક્કામાં પહોંચશે..

15 સભ્યોની ટીમ

  1. સૂર્ય કુમાર યાદવ (C)
  2. શુભમન ગિલ (VC)
  3. અભિષેક શર્મા
  4. તિલક વર્મા
  5. હાર્દિક પંડ્યા
  6. શિવમ દુબે
  7. અક્ષર પટેલ
  8. જીતેશ શર્મા (WK)
  9. જસપ્રીત બુમરાહ
  10. અર્શદીપ સિંહ
  11. વરુણ ચક્રવર્તી
  12. કુલદીપ યાદવ
  13. સંજુ સેમસન (WK)
  14. હર્ષિત રાણા
  15. રિંકુ સિંહ

શ્રીલંકાના નામે છે આ રેકોર્ડ

શ્રીલંકાના નામે સૌથી વધુ એશિયા કપ રમવાનો રેકોર્ડ છે. શ્રીલંકાની ટીમે અત્યાર સુધીની બધી 16 આવૃત્તિઓમાં ભાગ લીધો છે. ભારત અને બાંગ્લાદેશ 15-15 વખત એશિયા કપ રમ્યા છે.ભારતે ટુર્નામેન્ટના પહેલા પાંચ ટાઇટલમાંથી ચાર જીત્યા હતા. ભારત એકમાત્ર ટીમ છે જેણે સતત ત્રણ એશિયા કપ (1988 અને 1995 વચ્ચે) જીત્યા છે.

ગુજરાતના 3 ખેલાડીઓ

એશિયા કપની ટીમમાં ગુજરાતના 3 ખેલાડીઓને સામેલ કરાયા છે જેમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બૂમરાહ સામેલ છે.

વધુ વાંચો: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, 15 સભ્યોની ટીમમાં કોણ લેવાયું? કોનું પત્તું કપાયું? ગુજરાતના 3

Vtv App Promotion 2

Asia Cup ની અત્યાર સુધીની Winning Teams (વર્ષમાં )

  • 1984: Indian Team (ODI)
  • 1986: Sri Lanka Team (ODI)
  • 1988: Indian Team (ODI)
  • 1990-91: Indian Team (ODI)
  • 1995: Indian Team (ODI)
  • 1997: Sri Lanka Team (ODI)
  • 2000: Pakistan Team (ODI)
  • 2004: Sri Lanka Team (ODI)
  • 2008: Sri Lanka Team (ODI)
  • 2010: Indian Team (ODI)
  • 2012: Pakistan Team (ODI)
  • 2014: Sri Lanka Team (ODI)
  • 2016: Indian Team (T20)
  • 2018: Indian Team (ODI)
  • 2022: Sri Lanka Team (T20)
  • 2023: Indian Team (ODI)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Asia Cup 2025 Squad Indian Cricket BCCI

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ