બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, 15 સભ્યોની ટીમમાં કોણ લેવાયું? કોનું પત્તું કપાયું?

ક્રિકેટ / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, 15 સભ્યોની ટીમમાં કોણ લેવાયું? કોનું પત્તું કપાયું?

Published By: Hiralal Parmar

Last Updated: 03:20 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. મુંબઈમાં બેઠક બાદ 15 સભ્યોની ટીમનું એલાન કરાયું હતું.

ક્રિકેટ જગતની મોટી ટૂર્નોમેન્ટ ગણાતાં એશિયા કપને આડે હવે ગણતરીના દિવસો બચ્યાં છે. 9 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલા એશિયા કપ 2025 માટે આખરે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. મુંબઈમાં બીસીસીઆઈ બેઠક બાદ એશિયા કપની 15 સભ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કરાયું હતું. ટી 20 ફોર્મેટમાં રમાનાર એશિયા કપના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રહેશે તો શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે. એશિયા કપની ટીમની સિલેક્શનમાં સૌથી ચોંકાવનારો નિર્ણય તો આઈપીએલ સ્ટાર શ્રેયસ અય્યરને સામેલ ન કરવાનો છે તે ઉપરાંત યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં લેવાયો નથી તે ઉપરાંત ગુજરાતના 3 ખેલાડીઓ સામેલ કરાયા છે.

15 સભ્યોની ટીમ

સૂર્ય કુમાર યાદવ (C)

શુભમન ગિલ (VC)

અભિષેક શર્મા

તિલક વર્મા

હાર્દિક પંડ્યા

શિવમ દુબે

અક્ષર પટેલ

જીતેશ શર્મા (WK)

જસપ્રીત બુમરાહ

અર્શદીપ સિંહ

વરુણ ચક્રવર્તી

કુલદીપ યાદવ

સંજુ સેમસન (WK)

હર્ષિત રાણા

રિંકુ સિંહ

ગુજરાતના 3 ખેલાડીઓ

એશિયા કપની ટીમમાં ગુજરાતના 3 ખેલાડીઓને સામેલ કરાયા છે જેમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બૂમરાહ સામેલ છે.

કોનું પત્તું કપાયું

એશિયા કપની ટીમ ઈન્ડિયામાં સૌથી ચોંકાવનારો નિર્ણય આઈપીએલ સ્ટાર શ્રેયસ અય્યરને સામેલ ન કરવાનો છે. બીસીસીઆઈએ એશિયા કપમાંથી અય્યરને આરામ અપાયો છે. તે ઉપરાંત યશસ્વી જયસ્વાલને પણ એશિયા કપની ટીમમાંથી બાકાત રખાયો છે.

વધુ વાંચો : ચાર દિવસની નાસભાગ બાદ ઝડપાયો દેવાયત ખવડ, જાણો ક્યાં છુપાયો હતો? સરેન્ડર કરતાં ધરપકડ

શું છે એશિયા કપનું આખું શિડ્યુઅલ

એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી યુએઈના બે મોટા શહેરો અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. ગ્રુપ એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE તો ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે દુબઈમાં UAE સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ તેનો આગામી મુકાબલો 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રુપની ટોચની 2 ટીમો સુપર-4 તબક્કામાં પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup India Squad Asia Cup 2025 Asia Cup news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ