બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'ફાઈનલમાં જોઈ લઈશું...' બે વખત ફજેતી થયા પછી પણ પાકિસ્તાન ન સુધર્યું, આપી ચેલેન્જ
Last Updated: 05:12 PM, 24 September 2025
એશિયા કપ 2025 નો રોમાંચ વધતો જાય છે. પાકિસ્તાનના સ્ટાર પેસર શાહીન શાહ આફ્રીદીએ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પરોક્ષ સંદેશો પાઠવ્યો છે. સૂર્યકુમારે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત–પાકિસ્તાનની મેચોમાં હવે કોઈ ખાસ રાઈવલરી રહી નથી, કારણ કે આંકડા ભારતના એકતરફા દબદબાની સાબિતી આપે છે. આ ટિપ્પણી પછી આફ્રીદીએ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપતાં કહ્યું, એ તેમનો વિચાર છે, તેમને કહેવા દો. ફાઈનલમાં મળીએ પછી જોઈ લઈશું. અમારું ધ્યાન એક જ છે – એશિયા કપ જીતવા પર.
ADVERTISEMENT

પાકિસ્તાન હાલમાં શ્રીલંકાને હરાવીને ફાઈનલની રેસમાં ટક્યું છે, જ્યારે ભારત પહેલાથી જ મજબૂત દાવેદાર બની ગયું છે. હવે નજર સુપર-4ના અંતિમ મુકાબલા પર છે જ્યાં બાંગ્લાદેશ પાકિસ્તાન માટે મોટો કાંટો બની શકે છે.
ADVERTISEMENT

સૂર્યકુમારે કહ્યું હતું કે રાઈવલરી ત્યાં જ કહેવાય જ્યારે જીત–હારનું સંતુલન નજીક હોય. હાલ ભારત–પાકિસ્તાનની T20 હેડ-ટુ-હેડ સ્ટેટ્સ 12–3 છે, એટલે કે સ્પર્ધા એકતરફી બની ગઈ છે. તાજેતરમાં ગ્રુપ સ્ટેજ અને સુપર-4 બંનેમાં ભારતે પાકિસ્તાનને આસાન જીતથી હરાવ્યું હતું.
ADVERTISEMENT

ભારત સામેની મેચ દરમિયાન હારિસ રાઉફ અને સાહિબજાદા ફરહાનના આક્રમક સેલિબ્રેશન પણ ચર્ચામાં રહ્યા હતા. તેના જવાબમાં આફ્રીદીએ કહ્યું, આક્રમક થવાનો કોઈ ખાસ પ્લાન નથી. અમે શરૂઆતથી જ એવી જ રીતે રમીએ છીએ. આ ક્રિકેટનો જ એક ભાગ છે અને આથી જ ટીમનું મનોબળ ઊંચો રહે છે.
ADVERTISEMENT
હવે સૌની નજર આવતીકાલના મુકાબલામાં છે. જો પાકિસ્તાન જીતે તો ભારત–પાકિસ્તાન ફાઈનલ પાકા થઈ શકે છે. અને જો બાંગ્લાદેશ ચમત્કાર કરે તો આખું દ્રશ્યપટ બદલી જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.