ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભલે પાકિસ્તાને સુપર-4 પોઇન્ટ્સ ટેબલમાં એન્ટ્રી મારી દીધી, છતાં ટીમ ઇન્ડિયાથી તો પાછળ જ રહેશે!

Asia Cup 2025 / ભલે પાકિસ્તાને સુપર-4 પોઇન્ટ્સ ટેબલમાં એન્ટ્રી મારી દીધી, છતાં ટીમ ઇન્ડિયાથી તો પાછળ જ રહેશે!

Published By: Vidhata Gothi

Last Updated: 08:42 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025: પાકિસ્તાને શ્રીલંકાને સુપર-4 મેચમાં હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં પોતાની ખાતું ખોલાવી દીધું છે. જો કે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ પહેલા નંબરે છે. ચાલી જાણીએ સુપર-4 પોઈન્ટ્સની સ્થિતિ.

ADVERTISEMENT

એશિયા કપ 2025માં સુપર-4ની ત્રીજી મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ. અબુધાબીમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવી દીધું અને પોતાની ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં ફક્ત 133 રન જ કરી શક્યું. આ પછી રમવા આવેલી પાકિસ્તાની ટીમે 18 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ એચિવ કરી લીધો. આ મેચ હારી ગયા પછી શ્રીલંકાની ટીમ માટે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ થઈ ગયો છે. ફાઇનલ માટે હવે તેને અન્ય મેચના રિઝલ્ટ પર આધાર રાખવો પડશે.

Asia Cup 2025 Super-4 Points Table: ટીમ ઇન્ડિયા ટોપ પર, પાકિસ્તાન બીજા નંબરે

એશિયા કપ 2025માં હજુ સુધી ભારતીય ટીમે અજેય પ્રદર્શન કર્યું છે. ટીમ ઇન્ડિયા ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી અને સુપર ફોરમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી. એ પછી સુપર-4માં પણ ભારતીય ટીમે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધું. હાલમાં ભારતીય ટીમ એશિયા કપ 2025માં સુપર-4 પોઇન્ટ ટેબલમાં એક મેચ પછી બે પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે, જેમાં ટીમનો નેટ રન રેટ 0.689 છે. સુપર-4માં પોતાની પહેલી મેચ હારી ગયેલા પાકિસ્તાને બીજી મેચમાં શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને સુપર-4માં પોતાની પહેલી જીત નોંધાવી. પાકિસ્તાન હવે બે મેચ પછી બે પોઈન્ટ સાથે સુપર-4 પોઈન્ટ ટેબલમાં 0.226 નેટ રન રેટ સાથે બીજા નંબર પર છે.

vtv app promotion

આ પણ વાંચો: ધોનીની ભડકાઉ તસવીરથી લઇને..., જાણો IND vs BAN ના 5 મોટા વિવાદ

Super-4 Points Table: બાંગ્લાદેશ ત્રીજા નંબરે, શ્રીલંકાનું નથી ખુલ્યું ખાતું

જીત સાથે શરૂઆત કરનાર બાંગ્લાદેશની ટીમ હજુ પણ સુપર-4 પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જેનો નેટ રન રેટ 0.121 છે. બાંગ્લાદેશ માટે આગામી બંને મેચ ઘણી મહત્ત્વપૂર્ણ રહેશે જો તેને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવી હોય, જેમાં તે ભારત અને પાકિસ્તાનનો સામનો કરશે. સુપર-4 પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે શ્રીલંકાની ટીમ છે, જે પોતાની બંને મેચ હારી ચુકી છે, તેનો નેટ રન રેટ -0.590 છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Super-4 Points Table Asia Cup 2025 Sports News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ