બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Spectacular astronomical phenomenon in the sky, 'Super Blue Moon' appeared

Blue Moon / આકાશમાં અદભૂત ખગોળીય ઘટના, દેખાયો 'સુપર બ્લ્યુ મૂન', ચંદ્ર 7 ગણો મોટો વધુ ચમકીલો જોવા મળ્યો!, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 10:28 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. વર્ષ 2023માં આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો. આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો હતો. પરંતું "સુપર બ્લ્યૂ મૂન" હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય.

  • રક્ષાબંધનની સાથે આજે  એક અનોખી ખગોળીય ઘટનાં બની
  • આ વર્ષનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો
  • હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે.  રક્ષાબંધનનું શુભ મુર્હત હવે શરૂ થઈ રહ્યું છે. ત્યારે રક્ષાબંધનની સાથે સાથે આજે  એક અનોખી ખગોળીય ઘટનાં પણ બનવા પામી હતી. જેમાં આજે આ વર્ષનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળ્યો હતો. જેને લોકો "સુપર બ્લ્યૂ મૂન" તરીકે ઓળખે છે. પરંતું સુપર બ્લુ મૂન હોવા છતાં ચંદ્ર વાદળી નહી હોય.  તો આવો જાણીએ કે શું છે આ સુપર બ્લુ મૂન.

બ્લ્યૂ મૂન શા માટે કહેવામાં આવે છે?

30 ઓગસ્ટ એટલે કે આજે  રાત્રે આકાશમાં ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળ્યો હતો. આજનાં દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક હતો. જેથી  ચંદ્રનો બ્લ્યૂ નહીં, પરંતુ નારંગી રંગનો દેખાયો હતો. તેમ છતાં તેનું નામ બ્લ્યૂ મૂન શા માટે રાખવામાં આવ્યું? આવો જાણીએ તે પાછળનું કારણ. 
શું ખરેખર વાદળી રંગનો ચંદ્ર રહેશે?
આજે સુપર બ્લ્યૂ મૂન વાદળીની જગ્યાએ નારંગી રંગનો જોવા મળ્યો હતો. ત્યારે ચંદ્રનો વાદળી રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ દિવસે ચંદ્ર સફેદ, નારંગી અથવા પીળો રંગનો જોવા મળ્યો હતો. 
બ્લ્યૂ મૂન શા માટે કહે છે?
આ મહિને બીજી પૂનમ છે. દર બે થી ત્રણ વર્ષે પૂનમમાં આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્યું અનુસાર હવામાં એવા કણ હોય છે. જે લાલ રંગના પ્રકાશને યોગ્ય આકારમાં ફિલ્ટર કરતા હોય છે. જેથી ચંદ્ર વાદળી જોવા મળી શકે છે. 
હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે
સુપર મૂન દેખાવો તે કોઈ દુર્લભ ઘટના નથી. વર્ષમાં ત્રણથી ચાર સુપરમૂન હોય છે. પરંતુ બ્લ્યૂ મૂન દેખાવો તે સામાન્ય વાત નથી. દર 10થી 20 વર્ષે બ્લ્યૂ સુપરમૂન જોવા મળે છે. નાસાએ જણાવ્યા અનુસાર હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે. ચંદ્ર વાદળી રંગનો દેખાવો તે અસામાન્ય ઘટના છે. વર્ષ 1883માં ક્રાકાટોઆના ઘાતક જ્વાલામુખી વિસ્ફોટને કારણે બ્લ્યૂ મૂન જોવા મળ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ