ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:05 AM, 29 March 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અંતરીક્ષની દુનિયા તમામ રીતે રહસ્યોથી ભરેલી છે, ક્યારેક ક્યારેક તો એસ્ટેરોયડના પૃથ્વીની તરફ આગળ વધવાના ખતરાની સામે આવે છે, તો ક્યારેક નવો તારો વૈજ્ઞાનિકોની નજરમાં આવી જાય છે. હાલમાં જ ખગોળશાસ્ત્રીઓએ ચેતવણી જાહેર કરી છે કે, એક ભારે ઉલ્કા પિંડ પૃથ્વી ની તરફ વધી રહી છે. આજે રાત્રે પૃથ્વી ની ખૂબ જ નજીકથી પસાર થશે.
એક ઉલ્કા પિંજની સાઇઝની વાત કરીએ તો વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ સમયે 24 એમૂ બર્ડની સાઇઝને જો એક ઉપર એક ઉભા કરવામાં આવે તો, ટાવર જેટલી સાઇઝ થાય. તેનો વ્યાસ 42 મીટર છે જ્યારે ઊંચાઇ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ જેવી છે. નાસાની ચિંતા તેને લઇ વધી રહી છે, કારણ કે આ નિયર અર્થ એટલે કે પૃથ્વીની નજીકના ઓબ્જેક્ટ્સની લિસ્ટમાં સામેલ છે.
ADVERTISEMENT

પૃથ્વીની નજીકથી પસાર થશે ઉલ્કાપિંડ
જે ઉલ્કાપિંડ પૃથ્વીથી પસાર થવાની છે, તે સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ વર્ષ 2012માં જોયુ હતુ, અને છેલ્લી વખત વર્ષ 2017માં પૃથ્વીની નજીકથી પસાર થઇ હતી. હવે ફરી એકવાર આજે રાત્રે 11 વાગીને 33 મિનિટ પર ઉલ્કાપિંડ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ અનુસાર 2022 YK4 નામની ઉલ્કાપિંડ પૃથ્વીના ઓર્બિટથી ફક્ત 4,495,416.015 કિલોમીટરની દૂરીથી પસાર થશે. આજે ઉલ્કાપિંડની આ ઘટના બાદ એકવાર ફરીથી વૈજ્ઞાનિકોની ચિંતા મે, 2029માં ફરી વધવાની છે. જાન્યુઆરી, 2034 અને ફરી 23 વર્ષ બાદ મે 2057 માં પણ પૃથ્વીના ખૂબજ નજીકથી પસાર થશે. અને અંતે સપ્ટેમ્બર, 2079માં આપણા નજીક આવ્યા બાદ તે અંતરિક્ષમાં ગાયબ થઇ જશે.

ADVERTISEMENT
સતત નજીક આવી રહ્યાં છે ઉલ્કાપિંડ
હજી 25 માર્ચ 2023ના રોજ DZ2 નામનુ મોટુ ઉલ્કાપિંડ પૃથ્વીની 107,500 ની દૂરી પરથી પસાર થયુ હતુ, જો આ પૃથ્વીની અથડાઇ જાતતો તેનો પ્રભાવ નાગાસાકીના એટમ બમ પડવા જેટલો જ સંપૂર્ણ પૃથ્વી પર પડત. ઉલ્લેખનીય છે કે, ઉલ્કાપિંડ એક નાનો ગ્રહ હોય છે, જે કોઇ ગ્રહનું નિર્માણના સમયે નાના-નાના ટુકડામાં વેંહચાઇ જાય છે અને સૂર્યની ચારે તરફ ચક્કર લગાવે છે. આમાંથી જ કોઇ ટુકડા પૃથ્વીની પાસે આવે છે. ઘણા એસ્ટોરોયડ્સ પહેલાથી જ બળી જાય છે તો ઘણી વખત તે પૃથ્વીને અથડાઇ ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT