બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / south cinema keerthy suresh to make bollywood debut opposite varun dhawan

મનોરંજન / વરુણ ધવન સાથે રોમૅન્સ કરતી દેખાશે સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી, બોલિવૂડમાં ડેબ્યૂ માટે બની રહ્યો છે પ્લાન

Arohi

Last Updated: 03:38 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thalapathy Vijay Hit Movie Theri's Hindi Remake: સાઉથ ડાયરેક્ટર અટલી કુમાર હાલ પોતાની ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. પોતાની આ ફિલ્મ દ્વારા તે સાઉથની હિટ એક્ટ્રેસ નયનતારાને બોલિવુડમાં લઈને આવી રહ્યા છે.

  • સાઉથ એક્ટ્રેસ સાથે જોવા મળશે વરૂણ ધવન 
  • બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે આ એક્ટ્રેસ 
  • સાઉથની આ હિટ ફિલ્મના રિમેકમાં જોવા મળશે બન્ને 

વરૂણ ધવન પોતાના કરિયરની ગાડી સ્પડમાં આવે તેનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં તે એટલી કુમારની હિટ ફિલ્મ થેરીની હિંદી રિમેકમાં કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2016માં આવી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)

થેરીમાં સુપરસ્ટાર વિજયે કર્યું હતું કામ 
ફિલ્મ થેરીને એટલી કુમારે ડાયરેક્ટ કરી હતી અને તેમાં થાલાપતિ વિજયે પોલીસ ઓફિસરની ભુમિકા નિભાવી હતી. ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેમાં બે એક્ટ્રેસ હતી એક સમાંથા રૂથ પ્રભુ અને બીજી અમી જેક્સન. હવે આ ફિલ્મના હિંદી રીમેક માટે સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશને પસંદ કરવામાં આવ્યા છે. 

કીર્તિ સુરેશ ફિલ્મમાં કયા પાત્રમાં હશે તે હજુ સુધી જાણકારી નથી આપવામાં આવી અને કીર્તિએ પણ આ વાત પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. કીર્તિ થોડા દિવસો પહેલા ફિલ્મ દસરામાં પોતાના પાત્ર વેનેલાથી બધાને પ્રભાવિત કરી ચુક્યા છે. 

2024માં રિલીઝ થશે ફિલ્મ 
રિપોર્ટ્સ અનુસાર વરૂણ ધવનની મુખ્ય ભુમિકા વાળી આ ફિલ્મ આવતા મહિનાથી શરૂ થઈ જશે. ફિલ્મની શૂટિંગ નવેમ્બ સુધી પુરી કરવાનું શેડ્યુલ છે અને તેને મે 2024માં રિલીઝ કરવાની પ્લાનિંગ છે.  
  
વિજય થલાપતની મુખ્ય ભુમિકા વાળી થેરી 14 એપ્રિલ 2016માં રિલીઝ થઈ હતી. 75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 175 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે ફિલ્મના હિંદી રિમેકને એટલી કુમાર અને મુરાદ ખેતાની મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ