બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sourabh Chandrakar money laundering case: ED can call 17 celebrities including neha kakkar, sunny leone, tiger shroff who attended his wedding

દેશ / પૈસા માટે 5000 કરોડના સટોડીયાના લગ્નમાં નાચવા પહોંચી ગયા બોલિવૂડ સ્ટાર્સ, હવે એક્શન લેવાની તૈયારીમાં ED

Vaidehi

Last Updated: 06:34 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 હજાર કરોડનાં મની લોન્ડેરિંગ કેસની તપાસમાં ED સૌરભ ચંદ્રાકરનાં લગ્નમાં પહોંચેલ ટાઈગર શ્રોફ, નુસરત ભરુચા, સુખવિંદર સિંહ, નેહા કક્કડ અને સની લિયોની સહિત 17 સેલિબ્રિટિઝની પૂછપરછ કરી શકે છે.

  • 5 હજાર કરોડનાં મની લોન્ડેરિંગ કેસની તપાસમાં ED
  • સૌરભ ચંદ્રાકરનાં લગ્નમાં પહોંચેલ 17 સેલિબ્સની કરી શકે છે પૂછપરછ
  • હવાલાથી પૈસા પહોંચાડ્યા હોવાની ED પાસે માહિતી

ED હાલમાં 5 હજાર કરોડનાં મની લોન્ડેરિંગનાં કેસમાં દુબઈથી ઑનલાઈન એપ ઓપરેટ કરનાર સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની સામે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન ED ટાઈગર શ્રોફ, નુસરત ભરુચા, સુખવિંદર સિંહ, નેહા કક્કડ અને સની લિયોની સહિત 17 સેલિબ્રિટિઝની પૂછપરછ કરી શકે છે.

લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો
EDને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સૌરભ ચંદ્રાકરે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં જેમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. હવાલાની મદદથી આ પૈસા ઈવેંટ કંપની અને બોલીવુડનાં સ્ટાર્સને પહોંચાડવામાં આવ્યાં હતાં. રિપોર્ટસ અનુસાર આ તમામ કલાકારોએ ફેબ્રુઆરી મહિનામાં મહાદેવ બુક એપ પ્રમોટર સૌરભ ચંદ્રાકરનાં લગ્નનાં ફંક્શન અટેન્ડ કર્યાં હતાં. એટલું જ નહીં તેમણે પર્ફોમન્સ પણ આપ્યું હતું જે માટે મોટી રકમ પણ ચાર્જ કરી હતી.

ઈવેંટ કંપનીએ હવાલા દ્વારા પૈસા પહોંચાડ્યાં
દુબઈનાં હોટલમાં થયેલ આ લગ્ન મુંબઈની ઈવેન્ટ કંપની R1 ઈવેંટે આયોજિત કરી હતી. મુંબઈમાં આ કંપનીની ઓફિસ પર પણ EDએ રેડ મારી છે. માહિતી અનુસાર સૌરભ ચંદ્રાકરે હવાલા થકી 112 કરોડ રૂપિયા પહોંચાડ્યાં હતાં જેમાં 42 કરોડ રૂપિયાની હોટલ બુકિંગ થઈ હતી.

આ કલાકારોએ આપ્યું હતું પર્ફોમન્સ
સૌરભ ચંદ્રાકરનાં લગ્નમાં નેહા કક્કડ, સની લિયોની, ટાઈગર શ્રોફ, આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અસગર, વિશાલ દદલાની, અલી અબરામ, ભારતી સિંહ, ભાગ્યશ્રી, કૃતિ ખરબંદા, કૃષ્ણા અભિષેક અને સુખવિંદ સિંહ સહિત અનેક લોકોએ લગ્નમાં પર્ફોમન્સ આપ્યું હતું. જેથી ED આ સેલિબ્રિટિઝને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે.

સમગ્ર મામલો
છત્તીસગઢનાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મની લોન્ડેરિંગનાં મામલામાં આરોપી છે. ઈડીનાં સૂત્રો અનુસાર સૌરભ ચંદ્રાકરે 18 સપ્ટેમ્બર 2022નાં રોજ દુબઈની એક ગ્રાન્ડ હોટલમાં પાર્ટી આપી હતી જેમાં 17 જેટલા બોલિવુડ સેલિબ્રિટઝ પણ જોડાયા હતાં. ગતવર્ષ ડિસેમ્બરથી ચાલી રહેલા કેસની ઈન્વેસ્ટિગેશનમાં હવે જઈને બોલીવુડ કનેક્શન સામે આવતું હોય તેવું લાગી રહ્યું છે. 

417 કરોડની ગેરકાનૂની સંપત્તિ જપ્ત
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ એક ગેમિંગની એપ છે. માહિતી અનુસાર તેને 30 સેંટર્સથી ઓપરેટ કરવામાં આવે છે. તેનાં પ્રમોટર્સ દુબઈથી છે. શુક્રવારે જ રાયપુર, કોલકત્તા, મુંબઈ, ભોપાલનાં અલગ-અલગ વિસ્તારો પર રેડ બાદ EDએ 417 કરોડની ગેરકાનૂની સંપત્તિ જપ્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ