બ્રેકિંગ ન્યુઝ
VTV / Sorry mom dad.. I lost money in the game and committed suicide'! Ban on online games that lead youth to suicide when?
Vishal Khamar
Last Updated: 09:00 PM, 30 June 2023
એવું કહીએ તો ખોટું નથી કે વ્યક્તિ જયારથી ઓનલાઈન થયો એટલે તેના સંબંધ ઓફલાઈન થઈ ગયા. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ દરેકના જીવનમાં કેટલું પ્રવેશી ગયું છે તે કહેવાની જરૂર નથી. સોશિયલ મીડિયા તો ઠીક પણ વ્યક્તિના સ્થળ, સમય, સંજોગ તમામનું ધનોત-પનોત કાઢી નાંખતી હોય તો તે છે ઓનલાઈન ગેમિંગ એપ. શું તમે એવું માની શકો કે ઓનલાઈન ગેમિંગ એપ કોઈના મૃત્યુનું કારણ બની શકે?. તમને વિશ્વાસ ન આવતો હોય તો તેવો કિસ્સો ગુજરાતમાં જ બન્યો.. એક યુવકે ઓનલાઈન ગેમિંગ એપમાં એક લાખ રૂપિયા હારી જવાનું કહીને આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો.
ADVERTISEMENT
વીડિયોમાં યુવક એવું પણ કહે છે કે માત્ર રૂપિયા હારી ગયો એટલે નહીં પણ બીજા પણ કારણો છે જેથી તે આપઘાત કરી રહ્યો છે. હવે કલ્પના કરો કે જયારે આ વીડિયો યુવકના મા-બાપ સામે આવ્યો હશે ત્યારે બંનેની સ્થિતિ કેવી થઈ હશે?. ઓનલાઈન ગેમિંગને ગેમ ઓફ સ્કીલનું રૂપાળુ નામ જરૂર અપાય છે પરંતુ તે સટ્ટાનું અપ્રત્યક્ષ અને ખતરનાક સ્વરૂપ છે તેમા બે મત નથી.. ડ્રીમ ટીમના નામે કેટલાય લોકોના ખિસ્સામાંથી 49 રૂપિયા ખંખેરાયા તેનો હિસાબ માંડવો અશક્ય છે. આ પહેલા પોકેમોન ગોના કેટલા દુષ્પરિણામ આવ્યા તે કહેવાની પણ જરૂર નથી. આવા સમયે મા-બાપ શું ભૂમિકા ભજવી શકે, આ વળગણ જીવલેણ કેમ બની રહ્યું છે?, સગીરો, યુવકોએ ઓનલાઈન ગેમિંગના આદિ ન બનવું જોઈએ એવું તેને કોણ સમજાવશે.. સામાન્ય લાગતા સવાલો ઘણા ગંભીર છે.
ADVERTISEMENT
રાજકોટનો એક યુવક તીન પત્તી માસ્ટર્સમાં એક લાખ રૂપિયા હારી ગયો. રૂપિયા હારી ગયા બાદ યુવકે વીડિયો બનાવીને આજી ડેમમાં કૂદીને આપઘાત કર્યો. એક યુવાન ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં જિંદગી ગુમાવી બેઠો. સોશિયલ મીડિયા અને આવી એપનું વળગણ ચિંતાજનક હદે વધ્યું છે.
રાજકોટના યુવક સાથે શું બન્યું હતું?
રાજકોટના શુભમ બગથરિયા નામના યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલ વીડિયો બનાવીને મોકલ્યો છે. યુવકે વીડિયોમાં કહ્યું કે તે તીનપત્તી માસ્ટર્સમાં રૂપિયા હારી ગયો છે. યુવકે એમ પણ કહ્યું કે તે જિંદગીથી કંટાળી ગયો છે. યુવક અલગ-અલગ વ્યક્તિ પાસેથી રૂપિયા લીધાનો પણ ઉલ્લેખ કરે છે. યુવક તેના મા-બાપને આવજો કહીને આજી નદીમાં કૂદી પડે છે.
વીડિયોમાં યુવકે શું કહ્યું?
બહુ મહેનત કરી મેં, આ સ્ટેપ ઉઠાવવા હું મજબૂર છું, કારણ કે મારાથી એટલા બધા પાપ થઈ ગયા છે કે શબ્દોમાં બયાન નથી કરી શકતો, આજી નદી છે.. હું કૂદુ છું, મારી જાન દઉં છું, કોઈનો કંઈ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, તેના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીનપત્તી માસ્ટર્સમાં હું હારી ગયો. એટલે જાન નથી દેતો, કારણ છે જિંદગીથી થાકી ગયો છું હું, હવે હું સ્યુસાઈડ કરવા માંગુ છું, બહું થઈ ગયું, પપ્પા-મમ્મી, આઈ લવ યુ, હસતા રહેજો. અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો પ્લીઝ.. જિંદગી જીવજો. પપ્પા, મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડી છે, વેચીને જેટલા પૈસા આવે એ ચુકવાય તેને ચુકવી દેજો. બસ આટલુ જ કહેવું છે જાઉં છું હવે
ઓનલાઈન ગેમિંગ એપથી સાવધાન
ઓનલાઈન ગેમિંગ ગેમ ઓફ સ્કીલ તરીકે પણ ઓળખાય છે. ગેમ ઓફ સ્કીલ સટ્ટાનું નાનુ વર્ઝન જ છે. ક્રિકેટમાં પણ ઓનલાઈન ડ્રીમ ટીમ બનાવવાનો ક્રેઝ વધ્યો છે. યુવાનોને લાલચ જાગે છે કે અમે પણ રૂપિયા કમાઈશું. યુવાનોને એવું હોય છે કે તેમણે 11 ખેલાડીઓની શ્રેષ્ઠ ટીમ બનાવી છે. ઓનલાઈન કરોડો ટીમ બની હોય છે. ઓનલાઈન ગેમિંગમાં સંભાવનાઓ અપાર છે. સંભાવનાઓ અપાર હોવાથી તમારી ટીમ વિનિંગ ઝોનમાં હોય એ જરૂરી નથી. એક સરવે પ્રમાણે IPLની એક સિઝનમાં એક વ્યક્તિ 5 થી 10 હજાર રૂપિયા ગુમાવે છે. તાજેતરમાં ઓનલાઈન ગેમિંગમાં એક વ્યક્તિને 9 લાખ રૂપિયા મળ્યા. 9 લાખ રૂપિયા જીતનારે 2016થી અત્યાર સુધી 8 લાખ જેટલા રૂપિયા લગાવ્યા હતા. ઓનલાઈન ગેમ એવી છે કે જે ગેમ ઓફ સ્કીલ છે. ભારતમાં પોકર, રમી, ફેન્ટસી ગેમ ગ્રે ઝોનમાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.