તમે રાજાઓનાં બરબાદ થવાની કહાણીઓ ઘણી સાંભળી હતી. તેવા જ જર્મનનાં હનોવરનાં રાજા અર્નસ્ટ ઓગસ્ટનાં દીકરાએ તેમનો વારસાગત મહેલ માત્ર એક યુરો એટલે કે 87 રુપિયામાં સરકારને વેચી દીધો. જેનાં લીધે રાજા અર્નસ્ટ ઓગસ્ટ ભાડાનાં મકાનમાં રહેવા મજબૂર બન્યો છે.
જર્મનીનાં રાજાનાં દીકરાએ સરકારને મહેલ રિનોવેટ કરવા વેચી માર્યો
એ વાત સાચી છે કે કોઈ પણ સમય પલટાઈ શકે છે. રાજા ગમે ત્યારે રંક બની શકે છે અને રંક પણ રાજા બની જાય છે. અત્યારસુધી તમે ફિલ્મોમાંજ રાજાઓની બરબાદીની કહાણી જોઈ હશે પણ હાલમાંજ જર્મનીમાં એક એવો કિસ્સો બન્યો જેને જાણીને તમે ચોંકી જશો. જર્મનીનાં હનોવર શહેરનાં રાજા અર્નસ્ટ ઓગસ્ટનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયુ છે.
Photo-Wikipedia
મહારાણી એલિઝાબેથનો દૂરનો ભાઈ
રોટી, કપડા અને મકાનની બેઝીક જરુરિયાત પૂરી કર્યા બાદ માણસ તેનાં જીવનનાં અન્ય ખર્ચ પર ધ્યાન આપતો હોય છે. બધા ઈચ્છતા હોય છે કે લોકોને પોતાનું ઘર હોય, જ્યાં તેઓ આરામથી રહી શકે. જર્મનીનાં રાજા અર્નસ્ટ ઓગસ્ટ તેનાં મહેલમાં એશો આરામથી જીંદગી જીવી રહ્યો હતો. પછી વર્ષ 2000માં તેણે પોતાના પુશ્તેની મહેલ મેરીનબર્ગને તેનાં દીકરા અર્નસ્ટ ઓગસ્ટ જૂનિયરને સોંપી દીધો. ઉલ્લેખનીય છે કે અર્નસ્ટ ઓગસ્ટ બ્રિટિશની મહારાણી એલિઝાબેથનો દૂરનાં સંબંધમાં ભાઈ પણ થાય છે.
Photo-Wikipedia
દીકરા પર કોર્ટમાં કેસ કર્યો
અર્નસ્ટ ઓગસ્ટનાં દીકરાએ 135 રુમનો અબજો રુપિયાનો મહેલ ફક્ત 1 યુરો એટલેકે 87 રુપિયામાં સરકારને વેચી દીધો છે. દીકરાની આ બેદરકારીને લીધે તેનાં પિતા હાલ બીજા દેશમાં ભાડે રહેવા પર મજબૂર બની ગયા છે. અર્નસ્ટ ઓગસ્ટે વિચાર્યુ હતુ કે તેનો દીકરો આ મહેલની દેખરેખ કરશે પણ તેવુ બન્યુ નહી અને તેનાથી વિપરીત બન્યુ. આ ખબરે અર્નસ્ટ ઓગસ્ટને સદમામાં નાંખી દીધો છે અને તેણે તેનાં દીકરા પર કોર્ટમાં કેસ કરી દીધો છે.
Photo-Wikipedia
દીકરાએ રિનોવેશન માટે સરકારને મહેલ વેચ્યો
અર્નસ્ટ ઓગસ્ટ મુજબ તેના પુશ્તેની મહેલ મેરિનબર્ગ કાસલને તેની પરવાનગી વગર વેચી દીધો છે. જેને પાછો મેળવા માટે તેણે કાયદાકીય કાર્યવાહી પણ શરુ કરી દીધી છે. બીજી તરફ અર્નસ્ટ ઓગસ્ટ જૂનિયરે પણ આ બાબતે તેની સફાઈ રજૂ કરતા કહ્યું છે કે, મહેલ એટલો બેકાર થઈ ચૂક્યો હતો કે તેને રિનોવેશન કરવામાં કરોડોનો ખર્ચ થઈ જાત માટે હવે તે મહેલ સરકારે રિનોવેટ કરવો જોઈએ.