બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Somewhere the love bird died, somewhere else they hanged themselves in the police station, 4 died in 4 suicide incidents in Gujarat, 1 under treatment.

પ્રેમી પંખીડા / ક્યાંક પ્રેમી પંખીડાએ જીવન ટુકાવ્યું તો ક્યાંક પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો, ગુજરાતમાં આપઘાતના 4 બનાવોમાં 4ના મોત, 1 સારવાર હેઠળ

Vishal Khamar

Last Updated: 12:06 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે ચાર અલગ અલગ બનાવોમાં પાંચ લોકોએ આપધાતનો પ્રયત્ન કર્યો છે. જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે એક યુવક હાલ સારવાર હેઠળ છે.

  • રાજ્યમાં આજે આપઘાતનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા
  • ચાર આપઘાતનાં બનાવોમાં 4 લોકોનાં મોત નિપજ્યા જ્યારે એક સારવાર હેઠળ
  • વડોદરામાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરૂણ અંજામ

અમરેલી જીલ્લાના સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાના મામલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કસ્ટોડિયલ ડેથ મામલે અમરેલી SPએ વંડા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે તપાસ કરી હતી.કસ્ટડિયલ ડેથ મામલે SP, DySP સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે. આ અંગે SPએ જણાવ્યું હતું કે અપહરણ મામલે ચાર આરોપીની ધરપકડ કરી હતી તેમાંથી એક આરોપીએ આપઘાત કર્યો હતો તે મામલે તપાસ ચાલી રહી છે. મૃતક આરોપીને પેનલ પી.એમ.અર્થે ભાવનગર ખસેડાયો. કસ્ટડીયેલ ડેથ મામલે એસ.પી. હીમકરસિંહે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું.


અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
જસદણમાં યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ચિતલિયા કૂવા રોડ પાસે રહેતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ યુવકનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. આ બાબતે જસદણ પોલીસે તપાસ શરૂ કરી છે.  

પરણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જેતપુરનાં નવાગઢ વિસ્તારમાં પરીણીતાએ આપઘાત કર્યો હતો. ત્યારે હિરલ નામની પરણીતાનાં એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે અગમ્ય કારણોસર પરણીતાએ ઘરનાં પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે જેતપુર શહેર પોલીસે ગુનો નોંધી પરણીતાનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.  

પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવતા યુવતીનું મોત, યુવક સારવાર હેઠળ
વડોદરાનાં પાદરામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી હતી. પરિવાર દ્વારા લગ્નની મંજૂરી ન આપતા ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પી તા 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે. આ બાબતે પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ