બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Someone added 'Khalistani' connection to Arshdeep Singh's Wikipedia page Government on action mode

Arshdeep Singh / પાકિસ્તાન સામે કેચ છૂટયો તો વિકિપીડિયા પર લોકોએ જોડી દીધું 'ખાલિસ્તાન' કનેક્શન, મોદી સરકારે તરત લીધા પગલાં

Megha

Last Updated: 02:25 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને તેમાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે કનેક્શન જોડવામાં આવ્યું હતું. જો કે હાલ આ મામલે ભારત સરકાર સક્રિય બની છે

  • અર્શદીપ સિંહનો એક કેચ છોડતા જ ટીમ ફરી હાર તરફ આગળ વધી હતી
  • અર્શદીપ સિંહના વિકિપીડિયા પર 'ખાલિસ્તાની' સંગઠન સાથે જોડાયું કનેક્શન 
  • IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી

એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની મેચમાં ગઇકાલે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. આ મેચમાં પાકિસ્તાનને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ગઇકાલે પાકિસ્તાને ભારતને રસાકસીવાળા મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું. એક સમયે ભારતીય બોલરોએ રિઝવાન અને નવાઝને આઉટ કરીને મેચમાં જોરદાર વાપસી કરી હતી પણ અર્શદીપ સિંહનો એક કેચ છોડતા જ ટીમ ફરી હાર તરફ આગળ વધી હતી. 

વિકિપીડિયા પર 'ખાલિસ્તાની' સંગઠન સાથે જોડાયું કનેક્શન 
ટીમ ઈન્ડિયાનાબોલર અર્શદીપ સિંહ દ્વારા એક કેચ છૂટી ગયો હતો જેના માટે તેની ખૂબ ટીકા થઈ રહી છે, એટલું જ નહીં તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. 
અહિયાં સુધીની વાત સાંજે છે પણ વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા અને તેમાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે કનેક્શન જોડવામાં આવ્યું હતું. જો કે હાલ આ મામલે ભારત સરકાર સક્રિય બની છે અને IT મંત્રાલય દ્વારા વિકિપીડિયાને નોટિસ મોકલવામાં આવી છે. 

આઈટી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્શદીપ સિંહના વિકિપીડિયા પેજ પર ખાલિસ્તાનના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે આવી વાત બતાવવાથી ભારતનો માહોલ બગડી શકે છે આ સાથે અર્શદીપ સિંહના પરિવારની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. 

અર્શદીપ દ્વારા સહેલો કેચ છૂટયો 
17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને ભારતીય ટીમની જીતની આશા જગાવી હતી. એ સમયે પાકિસ્તાનને જીતવા માટે 19 બોલમાં 36 રનની જરૂર હતી. લેગ સ્પિનર​રવિ બિશ્નોઈ ભારત તરફથી 18મી ઓવર નાખવામાં આવી હતી. બિશ્નોઈની આ ઓવરના ત્રીજા બોલ પર આસિફે એરિયલ શોટ રમ્યો હતો અને એ સમયે ખૂબ જ સહેલો કેચ અર્શદીપ દ્વારા છૂટી ગયો હતો. આ જોઈને રોહિત શર્મા એ સમયે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. જો કે વિરાટ કોહલી એ મેચ પૂરો થયા પછી મીડિયા સામે અર્શદીપનો સાથ આપ્યો હતો. સાથે જ આવા સમયે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝ અને હરભજન સિંહ અર્શદીપના સમર્થનમાં સામે આવ્યા અને અર્શદીપને ટ્રોલ ન કરવા લોકોને વિનંતી કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ