બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / solar rooftop subsidy scheme 2022 government contribution electricity
Kavan
Last Updated: 04:13 PM, 9 July 2022
ADVERTISEMENT
આ યોજનાની અમલવારી રાજ્યો દ્વારા વિવિધ રીતે શરૂ કરવામાં આવી. સોલાર રૂફટોપ યોજના દ્વારા સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ ધાબા પર કે ઈમારતની છત પર લગાવવામાં આવે છે. જેના દ્વારા ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન કરીને તેનું વેચાણ પણ કરી શકાય છે અને ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
શું છે સોલાર રૂફ ટોપ યોજના ?
ADVERTISEMENT
ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રાજ્યમાં કુલ બે લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ 2021-22 સુધીમાં કુલ આઠ લાખ રહેણાંક મકાનોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સોલર ઉર્જાને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવી યોજના
આ યોજનાનું નામ છે 'સોલર રૂફટોપ સબસિડી યોજના' (Solar Rooftop Yojana). દેશમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની તરફથી આ યોજના ચલાવવામાં આવી રહી છે. સોલર રૂફટોપ યોજનાથી કેન્દ્ર સરકાર દેશમાં ક્યારેય પૂર્ણ ન થનાર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. કેન્દ્ર સરકાર તેના માટે ઉપભોક્તાઓને સોલર રૂફટોપ ઈન્સ્ટોલેશન પર સબસિડી આપે છે.
સોલાર રૂફટોપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું ?
સોલાર રૂફટોપ યોજનાના લાભ
• મફત વીજળી : સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
• વધારાની વીજળી વીજ કંપની ખરીદશે : જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.
• આવકમાં વૃદ્ધિ : તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે.
• 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.
સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા હોવી જરૂરી છે?
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટા પ્રમાણમાં કોઈ જગ્યાની જરૂર રહેતી નથી. આ પેનલને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકાય છે. 1KW સૌર ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે.
સોલાર રૂફટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?
સોલાર રૂફટોપ યોજના 2022 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?
https://suryagujarat.guvnl.in/ આ લિંક પર ક્લિક કરીને અરજી કરી શકાય
https://solarrooftop.gov.in/ (રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે)
સોલાર રૂફટોપ યોજના સબસિડી ગુજરાત માટે જરૂરી દસ્તાવેજો
સોલાર રૂફટોપ યોજનાની સબસિડી 2022
આ યોજનાને શરૂ ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 3KM સુધીના સોલર રૂફટોપ પેનલને ઈન્સ્ટોલ કરવા પર તમને 40 ટકા સુધી સબસિડી સરકાર દ્વારા મળશે. ત્યાં જ 3KM બાદ 10KM સુધી 20 ટકા સબસિડી તમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
વીજ ગ્રાહક માટે સબસીડી કેટલી મળશે તેની ગણતરીનું ઉદાહરણ દર્શાવતું પત્રક
સોલાર રૂફટોપ યોજના 2022 હેલ્પલાઈન નંબર
Email:[email protected]
ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333
20 થી 25 વર્ષ સુધીના બિલની થશે બચત
સૌર ઉર્જાના ઉપયોગ થકી આપણે વાતાવરણને પ્રદુષિત થતાં તો અટકાવી જ શકીએ છીએ પરંતુ સાથોસાથ વીજબિલમાં પણ બચત કરી શકીએ છીએ. આમ આ સરકારી યોજનામાં રોકાણ કર્યા બાદ લાંબા ગાળાનું તારણ કાઢીએ તો 20 થી 25 વર્ષ સુધી આવતા વીજબિલ પણ બચાવી શકાય છે.
આ VIDEO જોવાનું ચૂકતા નહીં
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.