બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / So will Govinda also contest the Lok Sabha elections now?

લોકસભા ચૂંટણી 2024 / તો શું હવે ગોવિંદા પણ લડશે લોકસભા ચૂંટણી? CM એકનાથ શિંદેની મુલાકાતે રાજકારણમાં જગાવી ચર્ચા

Priyakant

Last Updated: 02:59 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ગોવિંદા પહેલા પણ રાજકારણનો હિસ્સો રહ્યો છે અને હવે તે ફરી એકવાર રાજકીય ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી શકે છે

Lok Sabha Election : લોકસભા ચૂંટણી પહેલા હવે મુંબઈથી એક મોટી અપડેટ સામે આવી છે. અહીં વાત એવી છે કે, ફિલ્મ એક્ટર ગોવિંદા હવે ફરી એકવાર રાજકારણમાં આવી શકે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ગોવિંદા મુખ્યમંત્રી એકનાથ શિંદેની સહયોગી પાર્ટી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જોકે અહીં એ પણ નોંધનીય છે કે, હજી સુધી આ અંગે ફિલ્મ અભિનેતાએ કોઈ પુષ્ટિ કરી નથી. જોકે આ પહેલા બોલિવૂડ એક્ટર ગોવિંદા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથશિંદે મળ્યા પણ હતા.

ગોવિંદા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. અભિનેતા છેલ્લે 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'રંગીલા રાજા'માં જોવા મળ્યો હતો. ત્યારથી તે સ્ક્રીન પરથી ગાયબ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અભિનેતા રાજકારણમાં આવવાનો છે. જોકે ગોવિંદા પહેલા પણ રાજકારણનો હિસ્સો રહ્યો છે અને હવે તે ફરી એકવાર રાજકીય ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી શકે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ અભિનેતા આ વર્ષે ઉત્તર-પશ્ચિમ મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

વધુ વાંચો : ભારતીય નૌસેના એક્શનમાં: દબોચ્યા સોમાલિયાના 35 દરિયાઇ લૂંટેરાઓને, જાણો કઇ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું

2004માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો
રિપોર્ટ્સનું માનીએ તો ગોવિંદાને ટિકિટની ઓફર મળી રહી છે પરંતુ કંઈ નક્કી થયું નથી. તેની પુષ્ટિ એકથી બે દિવસમાં જ શક્ય બનશે. ઉલ્લેખનીય છે કે, 2004માં ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. ગોવિંદાની જીતને કારણે તેને 'જાયન્ટ કિલર'નું બિરુદ મળ્યું. કારણ કે ઉત્તર મુંબઈમાં ઘણા મહત્વપૂર્ણ વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તે લાંબા સમયથી BJPનો ગઢ માનવામાં આવતો હતો. રામ નાઈક અહીંથી પાંચ વખત સાંસદ હતા અને આવી સ્થિતિમાં ગોવિંદા જીત્યા ત્યારે તે એક મોટો બદલાવ સાબિત થયો. આ તરફ સ્ટાર્સની વાત કરીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં સ્વરા ભાસ્કર, ઉર્વશી રૌતેલા અને કંગના રનૌતના નામ પણ ચર્ચાઇ રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ