બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Smriti Mandhana's salary doubles from Babar Azam in cricket league

ખેલ જગત / ક્રિકેટ લીગમાં બાબર આઝમથી પણ ડબલ થઈ સ્મૃતિ મંધાનાની સેલેરી, WPL એ આ મહિલા ખેલાડીઓને કરી દીધી માલામાલ

Megha

Last Updated: 03:43 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ બધાને માત આપી 3.40 કરોડમાં સૌથી મોંઘી મહિલા ક્રિકેટર બની ગઈ છે

  • સ્મૃતિ મંધાના સૌથી મોંઘી મહિલા ક્રિકેટર બની
  • બાબર આઝમથી પણ ડબલ થઈ સ્મૃતિની સેલેરી 
  • WPL માં ત્રણ ખેલાડીઓને 3 કરોડથી વધુ રૂપિયા મળ્યા

વિમેન્સ પ્રીમિયર લીગ માટેનું પહેલું મેગા ઓક્શન સોમવારે પૂર્ણ થયું હતું. જણાવી દઈએ કે આ હરાજીમાં કુલ પાંચ ટીમોએ લગભગ 60 કરોડ રૂપિયા ખર્ચ્યા અને 87 ખેલાડીઓને ખરીદ્યા હતા. જો કે દુનિયામાં હાલ ઘણી ક્રિકેટ લીગ ચાલી રહી છે, જે મહિલાઓ માટે છે. પણ દરેક લોકો મહિલા પ્રીમિયર લીગની રાહ જોઈ રહ્યા હતા કારણ કે ભારતના ક્રિકેટ માર્કેટમાં ભારે પૈસાનો વરસાદ થાય છે અને ગઇકાલના ઓક્શનમાં એમ જ થયું છે. 

સ્મૃતિ મંધાના સૌથી મોંઘી મહિલા ક્રિકેટર બની
જણાવી દઈએ કે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ હરાજીમાં ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો છે અને ઘણી મહિલા ખેલાડીઓ એટલી અમીર બની ગઈ છે કે તેઓએ પુરૂષ ક્રિકેટરોને પણ માત આપી દીધી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ બધાને માત આપી 3.40 કરોડમાં સૌથી મોંઘી મહિલા ક્રિકેટર બની ગઈ છે.

બાબર આઝમથી પણ ડબલ થઈ સ્મૃતિની સેલેરી 
પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ દુનિયાના સૌથી સારા ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. પાકિસ્તાન સુપર લીગમાં હાલ તેઓ પેશાવર જાલ્મી માટે રમી રહ્યા છે અને એમને પ્રતી સિઝન 1.50 લાખ ડોલર મળી રહ્યા છે. જો કે પાકિસ્તાન રૂપીયાના હિસાબે આ રકમ 3.60 કરોડથી વધુ છે પણ આપણા ભારતીય કરન્સી મુજબ હિસાબ કરીએ તો આ રકમ 1.50 કરોડ કરતાં પણ ઓછી થાય છે. 

ત્રણ ખેલાડીઓને 3 કરોડથી વધુ રૂપિયા મળ્યા
તે જ સમયે ભારતની સ્મૃતિ મંધાનાને વિમેન્સ પ્રીમિયર લીગમાં પ્રતિ સીઝન 3.40 કરોડ રૂપિયા મળી રહ્યા છે. ગઇકાલના ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ખરીદી છે અને તે આ ટીમની કેપ્ટન પણ બની શકે છે. જણાવી દઈએ કે વિમેન્સ પ્રીમિયર લીગમાં 7 ખેલાડીઓ એવી છે, જેમની કિંમત 2 કરોડ કે તેથી વધુ છે. આમાંથી ત્રણ ખેલાડીઓને 3 કરોડથી વધુ રૂપિયા મળ્યા છે. નોંધનીય છે કે વિમેન્સ પ્રીમિયર લીગમાં ટીમોનું બજેટ માત્ર 12 કરોડ રૂપિયા હતું, આવી સ્થિતિમાં કોઈ એક ખેલાડી માટે 3 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમ મેળવવી મોટી વાત છે, આ જ કારણ છે કે વિમેન્સ પ્રીમિયર લીગને ઘણી ઐતિહાસિક માનવામાં આવી રહી છે. 

વિમેન્સ પ્રીમિયર લીગની લિસ્ટમાં સૌથી મોંઘી ખેલાડીઓ  

આ ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ 
ભારતની ધુરંધર બેટર સ્મૃતિ મંધાના પર સૌથી પહેલા બોલી લગાવવામાં આવી. જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખૂબ બોલી લગાવી અને આરસીબી તેમને 3.40 કરોડમાં પોતાની સાથે રાખવામાં સફળ રહી. મંધાના બાદ આવેલી ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર. હરમનપ્રીત માટે મુંબઈ અને ઉત્તર પ્રદેશ વૉરિયર્સની ફ્રેન્ચાઈજીઓએ લડાઈ લડી અને મુંબઈ તેમને 1.80 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડી રાખવામાં સફળ રહી. આ બંને બાદ ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પર પણ પૈસાનો ખૂબ વરસાદ થયો. તેમને 3.20 કરોડમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદ્યુ. ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટન પણ પોતાનુ ખિસ્સુ ગરમ કરવામાં સફળ રહી. તેમને યુપી વૉરિયર્સે 1.80 કરોડમાં ખરીદી છે. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સે લડાઈ લડી. આરસીબી તેમને 1.70 કરોડમાં ખરીદવામાં સફળ રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ