બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / smriti mandhana and harmanpreet kaur have made century

ક્રિકેટ / વર્લ્ડકપમાં ભારતની બે ધુંઆધાર ખેલાડીઓએ ફટકારી સદી! વેસ્ટ ઈન્ડિઝ સામે જંગી પડકાર ઊભો કર્યો

Khevna

Last Updated: 01:39 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમવામાં આવેલ મુકાબલામાં શનિવારે ભારત તરફથી બે સદી ફટકારવામાં આવી. સ્મૃતિ મંધાના ઉપરાંત હરમનપ્રીત કૌરે પણ આ મેચમાં સદી ફટકારી અને કમાલ કરી બતાવી.

  • સ્મૃતિ મંધાનાએ ફટકારી સદી 
  • હરમનપ્રીત કૌરે પણ કરી કમાલ 
  • મિથાલી રાજે રચ્યો ઈતિહાસ 

સ્મૃતિ મંધાનાએ ફટકારી સદી

મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલ મુકાબલામાં શનિવારે ભારત તરફથી બે સદી ફટકારવામાં આવી. સ્મૃતિ મંધાના ઉપરાંત હરમનપ્રીત કૌરે પણ આ મેચમાં સદી ફટકારી અને કમાલ કરી બતાવી. 

વર્લ્ડ કપ પહેલા બંને પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે સૌથી મોટું ચેલેંજ આવ્યો તો ટીમના આ સિનીયર પ્લેયર્સએ ધમાકો કર્યો છે. આ મુકાબલામાં ભરતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. 

આ મુકાબલામાં પણ શેફાલી વર્માને બોલાવવામાં આવી ન હતી, પરંતુ સ્મૃતિ મંધાના તથા યાસ્તિકા ભાટિયાની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે 49 રનની ભાગીદારી થઇ, જ્યાર બાદ સ્મૃતિ મંધાનાએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

મંધાનાએ પોતાના અંદાજમાં બેટિંગ કરી અને 119 બોલમાં 123 રન બનાવ્યા. સ્મૃતિએ પોતાની પારીમાં 13 ચોક્કા, 2 છક્કા લગાવ્યા. આ દરમિયાન, તેમનો સ્ટ્રાઈક રેટ 100થી ઉપર જ રહ્યો. આ વર્લ્ડ કપમાં સ્મૃતિ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ત્રીજી મેચમાં આ તેમની પહેલી સદી છે, જ્યારે તે એક અડધી સદી ફટકારી ચુકી છે. સ્મૃતિ મંધાનાની વનડે કરિયરની આ પાંચમી સદી છે. 

હરમનપ્રીત કૌરે પણ કરી કમાલ 
હરમનપ્રીત કૌરે પણ એકવાર ફરી કમાલ કરી બતાવી છે. તે લાંબા સમયથી લોકોના નિશાના પર હતી, પરંતુ હવે તેમણે દમદાર સદી ફટકારીને બધાની બોલતી બંધ કરી દીધી છે. હરમનપ્રીતે 109 રન બનાવ્યા અને આ દરમિયાન 10 ચોક્કા, 2 છક્કા લગાવ્યા. હરમનપ્રીત કૌરનાં કરિયરની આ ચોથી સદી છે. 

હરમન કૌર આ સાથે જ આ વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર પણ બની ચુકી છે. તેમણે અત્યાર સુધી 3 મેચમાં 185 રન બનાવ્યા છે. આમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં બીજા નંબર પર ભારતની સ્મૃતિ મંધાના છે, જેમણે 3 મેચમાં 181 રન બનાવ્યા છે. 

મિથાલી રાજે બનાવ્યો રેકોર્ડ 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિથાલી રાજે શનિવારે ઈતિહાસ રચ્યો છે. તેમણે ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા વન ડે વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ મેચમાં ઉતરતા જ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે તે પોતાની આ મેચ જીતીને આ રેકોર્ડ વધારે ખાસ બનાવવા માંગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ