ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Skymet forecast for Cyclone Biperjoy

Biparjoy Cyclone / બિપોરજોય વધુ આક્રમક બન્યું, 150 કિમીની સ્પીડે પવન ફૂંકાશે, સ્કાયમેટની સુસવાટા કરતી આગાહી

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:00 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાયમેટે એવું પણ અનુમાન કર્યું કે, વાવાઝોડાની આસપાસની હવાની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે તેમજ સમય જતા વાવાઝોડાની ગતિ 140 કિ.મી. પ્રતિ કલાકની રહેશે

ADVERTISEMENT

  • બિપરજોય વાવાઝોડાને લઈને સ્કાયમેટનું અનુમાન
  • 'હવે વાવાઝોડું દિશા નહીં બદલે'
  • '15 જૂન બપોર સુધીમાં બિપરજોય લેન્ડફોલ થશે'


અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા બિપરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. જે બિપરજોયને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટે જણાવ્યું કે,  હવે વાવાઝોડું દિશા નહીં બદલે તેમજ 15 જૂન બપોર સુધીમાં બિપરજોય લેન્ડફોલ થશે અને પછી વાવાઝોડું ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. 

વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે
સ્કાયમેટે એવું પણ અનુમાન કર્યું કે, વાવાઝોડાની આસપાસની હવાની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાક છે તેમજ સમય જતા વાવાઝોડાની ગતિ 140 કિ.મી. પ્રતિ કલાકની રહેશે અને વાવાઝોડું દિવસે લેન્ડફોલ થશે તે પ્રમાણમાં રાહતની બાબત છે. સ્કાયમેટએ વધુમાં જણાવ્યું છે કે, રાત્રીના સમય સુધીમાં વાવાઝોડું ક્રમશ નબળુ પડશે અને વાવાઝોડું ગુજરાત અને કરાચીની વચ્ચે લેન્ડફોલ થશે તેમજ નલિયા, દ્વારકા, જામનગર, મોરબી, કંડલા, પોરબંદરમાં વ્યાપક અસર થશે. 

 

સાવચેત રહો, સાવધાન રહો
અસરગ્રસ્ત વિસ્તારના લોકો 14 જૂનની સાંજથી 15 જૂનની સાંજ સુધી બહાર ન નિકળે તેવી સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું લેન્ડફોલ થયાના 3થી 4 કલાક પછી સ્થિતિ જોઈને બહાર નિકળવું.

શું કહ્યું હવામાન વિભાગે ? 
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડું 10 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. 15 જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે. આ સાથે 130થી 135 કિમીની ઝડપે પવનફૂંકાશે. જેને લઈ હવે આજથી રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનનું માનીએ તો પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે. આ સાથે 16 જૂન સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. આ તરફ વાવાઝોડું રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biperjoy Skymet Skymet Weather બિપોરજોય વાવાઝોડું સ્કાયમેટની આગાહી yclone Biperjoy Skymet

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ