બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / six benefits of replacing your morning tea with cinnamon honey water

હેલ્થ ટિપ્સ / અનેક સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ છે આ પાણી, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી દેશો

Arohi

Last Updated: 01:16 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cinnamon Honey Water: સવારે ઉઠતા જ ઘણા લોકો ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. જોકે સવારે ખાલી પેટે ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે તમને પાચન સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એવામાં તમે પોતાની મોર્નિંગ ટીને cinnamon honey water સાથે રિપ્લેસ કરી શકો છો.

સવારની શરૂઆત જો સારી રીતે થાય તો આખો દિવસ સારો પસાર થાય છે. પોતાના દિવસની સારી શરૂઆત માટે લોકો ચા કે કોફીનું સેવન કરે છે. મોટાભાગે લોકો મોર્નિંગ ટીની સાથે દિવસની શરૂઆત કરે છે પરંતુ સવારે ખાલી પેટે ચા કે કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવામાં તમે પોતાની મોર્નિંગ ટીને cinnamon honey water સાથે રિપ્લેસ કરી શકો છો.   

સવારે મધ અને તજનું પાણી પીવાથી ઘણી ફાયદા થાય છે. તેને પીવાથી તમારો દિવસ સારો જવાની સાથે જ તમને ઘણા ફાયદા મળે છે. જાણો આ પાણી પીવાના શું ફાયદા છે.

પાચન કરે છે સારૂ 
મધ અને તજનું પાણી પાચન સારૂ કરે છે. મધમાં એન્ઝાઈમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટને શાંત કરે છે. ત્યાં જ તજના એન્ટી-માઈક્રોબિયલ ગુણ પાચન સંબંધી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. 

બ્લડ શુગર રહે છે નિયંત્રિત 
મધમાં રેગ્યુલર ખાંડની તુલનામાં ઓછુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે એક સારો વિકલ્પ બની રહે છે. તજ ઈંસુલિન સેંસિટિવિટીમાં સુધાર કરીને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

મેટાબોલિઝ્મ કરે છે બુસ્ટ  
તમારા દિવસની શરૂઆત મધ તજના પાણીની સાથે કરવાથી તમારૂ મેટાબોલિઝમ તેજ થઈ શકે છે. તજમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે ઈંસુલિન સેન્સિટિવિટીમાં સુધાર કરે છે અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. આ કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝ્મમાં મદદ કરે છે. અને વજન સંબંધી સમસ્યામાં પણ મદદ કરે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારે છે 
મધમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગણુ હોય છે જ્યારે તજમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વધુ વાંચો: હાર્ટ ફેલિયરથી બચાવી શકે છે કોવિડ વેક્સિન, રિસર્ચમાં થયો ચોંકાવનારો દાવો

હાર્ટ હેલ્થ માટે બેસ્ટ 
મધ અને તજનું પાણી નિયમિત પીવાથી હાર્ટ હેલ્થ પણ સારી થાય છે. તજ બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરી શકે છે. મધનું એન્ટીઓક્સીડેન્ટ કમ્પાઉન્ડ હાર્ટને ઓક્સીડેટિવ સ્ટ્રેસથી બચાવી શકે છે. જેનાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ઓછો થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cinnamon Health News Honey Tea Water સ્વાસ્થ્ય Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ