બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Signon School Project Another bus will be started for begging children in Ahmedabad

ચાલો ભણવા / સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટઃ અમદાવાદમાં ભિક્ષા માગતાં બાળકો માટે શરૂ કરાશે બીજી બસ

Kishor

Last Updated: 08:18 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ વધુ ૧૩૯ બાળકોને શોધી બે નવી બસ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • ભિક્ષા માગતાં વધુ ૧૩૯ બાળકોને શોધી કઢાયા
  • બીજી બસ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી
  • બાળકો માટે ભોજન તેમજ નાસ્તો સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ

ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળના સહયોગથી અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના ચાર રસ્તા પર ભિક્ષા માગતાં માસૂમ બાળકો માટે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે અંતર્ગત કુલ ૧૩૯ બાળકોના અંધકારમય જીવનમાં વિદ્યાનો પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે. ગરીબીમાં જીવનારાં આ બાળકોના ભાવિ જીવનમાં વિદ્યારૂપી ઉજાશ પાથરવાના અભિગમમાં મહદ્અંશે સફળતા સાંપડી હોઈ સત્તાવાળાઓએ આવાં વધુ ૧૦૧ બાળકો શોધી કાઢ્યાં છે. ઉપરાંત બાળકો માટે બીજી બસ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

ભીખ માગીને જીવનનિર્વાહ કરનારાં વધુ ૧૦૧ બાળકોને શોધી કાઢ્યાં
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ બસ સ્કૂલ પ્રોજેક્ટને લગતી દરખાસ્ત અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં આ પ્રોજેક્ટ માટે વધુ ત્રણ બસ તૈયાર કરવાની રજૂઆત કરાઈ છે. જે માટે પ્રતિ બસ રૂ. ૧૦ લાખનો ખર્ચ થશે એટલે કે રૂ. ૩૦ લાખના ખર્ચે ત્રણ બસ તૈયાર કરવામાં આવશે. સ્કૂલ બોર્ડે ૧૩૯ બાળકો બાદ મણિનગર, ઈસનપુર, ખાડિયા, ઠક્કરનગર, પલ્લવ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, અંધજનમંડળ, આરટીઓ સર્કલ, સરદારનગર અને પાલડી ચાર રસ્તા એમ શહેરના કુલ દસ ચાર રસ્તા પર ભીખ માગીને જીવનનિર્વાહ કરનારાં ૧૦૧ બાળકોને શોધી કાઢ્યાં છે એટલે અગાઉનાં ૧૩૯ બાળકો અને નવાં શોધાયેલાં ૧૦૧ બાળકો મળીને કુલ ૨૪૦ બાળકોને નજીકની શાળામાં અભ્યાસ કરવા જોડી દેવાયાં છે તેમ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ જણાવ્યુ હતું.

સીસીટીવી,  જીપીએસ, વાઇફાઇ સહિતની સુવિધાથી સજ્જ બસ
બે થી ૧૪ વર્ષની વયનાં બાળકોને ભણાવવા માટે ખાસ ડિઝાઇન ધરાવતી બસ તૈયાર કરાઈ છે, જેમાં સીસીટીવી કેમેરા, જીપીએસ, વાઇફાઇ, રમતગમતનાં સાધનો, પાણી, સ્વચ્છતા કિટ, ફર્સ્ટ એઇડ કિટ જેવી સુવિધા સાથે તે આબેહૂબ શાળા અને તેના વર્ગખંડ જેવી લાગે છે. આ બસની ડિઝાઇન સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓએ તૈયાર કરી છે. હાઈકોર્ટ દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ અને તાજાં ફળફળાદિ પૂરાં પડાઈ રહ્યાં છે. બાળકો માટે મધ્યાહ્ન ભોજન તેમજ નાસ્તો અને આરોગ્યની નિયમિત તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રોજેક્ટ માટે તંત્રે રૂ. ૨.૨૭ કરોડ ફાળવ્યા છે. ડો. એલ.ડી. દેસાઈ વધુમાં કહે છે, નવરાત્રી બીજી બસ ૧૫ બાળકોને ભણાવશે. અન્ય બે બસ સ્પેરમાં રખાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ