બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / side effects of tea reasons not to drink too much

સ્વાસ્થ્ય / જો તમને પણ છે એક જ દિવસમાં આટલાં કપ ચાની આદત, તો સાવધાન! નહીં તો બનશો આ બીમારીના ભોગ

Bijal Vyas

Last Updated: 04:17 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ચા પીવાના શોખીન છો અને એક દિવસમાં એકથી વધારે ચાના કપ પીવો છો તો આ ખબર તમારા માટે છે. જાણો વધારે માત્રામાં ચા પીવાથી થતાં નુક્શાન વિશે...

  • ચા પીવાથી હૃદયને લગતી બીમારીઓમાં વધારો કરે છો
  • વધારે ચા પીવાથી એસિડ રિફ્લેક્શનની તકલીફ શરુ થઇ શકે છે
  • વધારે માત્રામાં ચા પીવાથી એન્ટિબાયોટિક દવાઓનું અસર ઓછુ થઇ જાય છે

Side Effects Of Tea: દુનિયામાં સૌથી વધુ પીનારુ પીણુ ચા છે. ભારતમાં દૂધવાળી ચા લોકો પીવુ વધારે પસંદ કરે છે. લોકોના દિવસની શરુઆત જ ચા દ્વારા થાય છે. દુનિયાના અનેક દેશમાં દૂધ વાળી ચા કરતાં ગ્રીન ટી અને ઉલોંગટી પીવે છે. અમુક લોકો એકદમ ગરમ ગરમ ચા પીવાની પસંદ કરે છે. ત્યાં અમુક લોકો આખા દિવસમાં કેટલીય ચા પીતા હોય છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો અને એક દિવસમાં એકથી વધારે ચાના કપ પીવો છો તો આ ખબર તમારા માટે છે. જો કે અનેક રિસર્ચમાં  વાત જાણવા મળી છે કે દરરોજ તમે 4-5 કપ ચા પીઓ છો તો તમારા શરીર માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. 

અહેવાલ મુજબ, ચામાં કેફિનની માત્રા વધારે હોય છે. જો તમે એક દિવસમાં અનેક કપ ચા પીઓ છો તો તમારી આ આદત અનેક બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ચામાં કેફિનની સાથે ફ્લોરાઇડ અને ફ્લેવોનોઇડ હોય છે, જે હૃદયને લગતી બીમારીઓમાં વધારો કરે છો. તો આવો જાણીએ કે ચા પીવાથી શરીર પર શુ નુકશાન થાય છે. 

ચાની સાથે આ 5 વસ્તુઓ ખાવાની ટેવ હોય તો આજે જ બંધ કરી દેજો, નહીં તો શરીર બની  જશે બીમારીઓનું ઘર | tea side effects know what not to eat with tea

રોજ 4થી 5 કપ ચા પીવાથી થઇ શકે છે આ નુકશાન 

1. આયર્નની ઉણપ 
શરીરમાં ટેનિન અને આયર્નની ઉણપ થાય છે. જે તમે રોજીંદા વધારે માત્રામાં ચા પીવો છો તો શરીરમાં આયર્ન અને ટેનિનની ઉણપ થઇ શકે છે. 

2. છાતીમાં બળતરા 
વધારે ચા પીવાથી છાતીમાં બળકરા શરુ થઇ શકે છે. તે સાથે વધારે ચા પીવાથી એસિડ રિફ્લેક્શનની તકલીફ શરુ થઇ શકે છે. તેનાથી આંતરડામાં એસિડ પેદા થાય છે. જો તમને પણ છાતીમાં બળતરા થતા હોય તમે વધારે ચા ના પીઓ. 

3. માથામાં દુખાવો 
માથાના દખાવાની ફરીયાદમાં આપણે ચા કે કોફી પીતા હોઇએ છીએ, પરંતુ જાણી લો કે વધારે ચા પીવાથી તમારા શરીર પર ખતરનાક પ્રભાવ પડી શકે છે. ઘણી વખત ચા પીવાથી માથાના દુખાવામાં ટ્રિગર થઇ શકે છે. 

Topic | VTV Gujarati

4. અમુક દવાઓથી થઇ શકે છે નુકશાન 
વધારે ચા પીવાથી અમુક દવાઓનો અસર ખતમ થઇ શકે છે, એટલુ જ નહીં અનેક રિએક્શન પણ આવી શકે છે. તથા શરીર પર અનેક રીતે અસર કરી શકે છે. 

5. એન્ટિબાયોટિક્સનો અસર ઓછો થાય છે
વધારે માત્રામાં ચા પીવાથી એન્ટિબાયોટિક દવાઓનું અસર ઓછુ થઇ જાય છે. જો તમે એન્ટિબાયોટિક્સની સાથે ચા પીવે છે, ચો તેના શરીર પર  અસર ઓછુ કરે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ