બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / side effects of eating too much neem leaves low blood sugar kidney damage allergy

તમારા કામનું / આયુર્વેદિક ગુણોથી ભરપૂર લીમડાનું વધુ માત્રામાં સેવન નુકશાનકારક, સાઇડ ઇફેક્ટ્સ જાણીને ચોંકી ઉઠશો

MayurN

Last Updated: 12:47 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીમડાના પાનને વધુ પડતા ચાવે છે, તેમના સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. આવો જાણીએ વધુ લીમડાના ઉપયોગની સાઇડ ઇફેક્ટ્સ શું છે.

  • લીમડાનો ઉપયોગ એક પ્રાકૃતિક દવા છે
  • સારા સ્વાસ્થ્ય માટે દરરોજ લીમડાના પાન ચાવો
  • વધુ પડતા લીમડાનાં સેવનથી ઘણી સમસ્યા આવી શકે

લીમડો એક પ્રાકૃતિક દવા છે, તે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. દરેક માણસ તેના ફાયદાઓ વિશે જાણે છે, તેથી જ સારા સ્વાસ્થ્ય માટે દરરોજ લીમડાના પાન ચાવવાની સલાહ આપવામાં આવે છે. લીમડામાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો દ્વારા ઘણી બીમારીઓથી બચી શકાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જે લોકો લીમડાના પાનને વધુ પડતા ચાવે છે, તેમના સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. આવો જાણીએ વધુ લીમડાના ઉપયોગની સાઇડ ઇફેક્ટ્સ શું છે.

લીમડાના વધુ પાન ચાવવાના ગેરફાયદા

1. લો બ્લડ સુગર લેવલ
લીમડાના પાન ચાવવાથી ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી શકે છે, જેના કારણે નબળાઈ અને ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે.

2. કિડનીને નુકસાન
રોજ લીમડાના એકથી બે પાન ચાવવા પૂરતા છે, પરંતુ જો તમે આનાથી વધુ સેવન કરો છો તો તમારી કિડનીને નુકસાન થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, રેનલ ઇજાઓ થઈ શકે છે, કારણ કે લીમડો વધુ પડતો કડવો હોય છે. 

3. એલર્જી
ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે લીમડાના વધુ પાન ચાવવાથી એલર્જી અને મોઢામાં બળતરા થવાનું જોખમ વધી શકે છે, જો કે લીમડાનો ઉપયોગ એલર્જી અને ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે, પરંતુ વધુ પડતા ઉપયોગથી તેની વિપરીત અસર થઈ શકે છે, કારણ કે તે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડી શકે છે.

4. ઈન્ફર્ટિલિટી
ઉંદરો પર કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે લીમડાના વધુ પડતા ઉપયોગથી ઓવ્યુલેશન પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે મહિલાઓમાં કસુવાવડનું જોખમ પણ વધી જાય છે. અન્ય ઘણા પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસોએ પણ દર્શાવ્યું છે કે આ નર પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે. એટલા માટે લીમડાના પાનનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ