બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:19 PM, 18 October 2025
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી શુભમન ગિલને સોંપવામાં આવતા BCCI ના આ નિર્ણયની ખુબ આલોચના થઇ હતી. હવે આ સીરીઝ પહેલા શુભમન ગિલે રોહિત શર્મા અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે.ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેન પહેલીવાર ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. એવામાં ગિલે રોહિત અને વિરાટ વિશે નિવેદન આપતા જણાવ્યુ કે, ODI કેપ્ટનશીપ સંભાળ્યા બાદ રોહિત સાથેના તેમના સંબંધોમાં કોઈ બદલાવ નથી આવ્યો.
ADVERTISEMENT
Shubhman gill talking on his relationship and bond with Rohit Sharma.❤️🇮🇳 pic.twitter.com/1YFDCgt1yC
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 18, 2025
શુભમન ગિલે શનિવારે પર્થમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "બહાર ગમે તે નેરેટીવ ચાલતો હોય,અમારી વચ્ચે એવું કંઈ નથી. બધું પહેલા જેવું જ છે. તે ખૂબ જ મદદરૂપ છે અને હંમેશા પોતાના અનુભવો શેર કરે છે. હું તેમની પાસેથી સૂચનો માંગતો રહ્યો છું. મેં તેમને પૂછ્યું, 'જો તમે કેપ્ટન હોત તો તમે આ વિકેટ પર શું કરતા?' મને અન્ય ખેલાડીઓ પાસેથી સલાહ લેવી ગમે છે. મારા વિરાટ અને રોહિત બંને સાથે સંબંધો સારા છે. હું હંમેશા તેમની સલાહ લઉં છું, અને જ્યારે પણ તેમના મંતવ્યો આપવાની વાત આવે ત્યારે તેઓ ખચકાટ અનુભવતા નથી."
ADVERTISEMENT

શુભમન ગિલને રોહિત વિશે પૂછવામાં આવતા તેને આ વાત કરી હતી. જેમાં તેને આગળ જણાવ્યું હતું કે, "આ એ ખેલાડીઓ છે જેમને હું બાળપણમાં પોતાનો આદર્શ માનતો હતો. તેમની જે ભૂખ હતી તેને પ્રેરણા આપી. આવા દિગ્ગજોનું નેતૃત્વ કરવું એ મારા માટે એક મોટા સન્માનની વાત છે. મને ખાતરી છે કે આ સીરીઝમાં અનેક મોકા હશે આવશે જ્યાં હું તેમની પાસેથી શીખી શકીશ. જો હું મુશ્કેલ પરિસ્થિતિમાં પડું તો હું તેમની સલાહ લેવામાં અચકાઈશ નહીં."
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતની ટીમ ઓસ્ટ્રેલીયા સામે ત્રણ વન ડે મેચની સીરીઝ રમવાની છે. જેના પહેલા ગિલે કેપ્ટનશીપને લઇ જણાવ્યું હતું કે, "એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માના વારસાને આગળ ધપાવવાની મારા માટે એક મોટી જવાબદારી છે. મને અનેક અનુભવ અને ઘણી શીખ મળી છે. રોહિત અને વિરાટ બંને સાથે મારે અનેક વખત વાત થઇ છે કે ટીમને કેવી રીતે આગળ લઇ જવી અને તેઓ ભારતીય ટીમમાં કઈ રીતનું કલ્ચર ઈચ્છે છે. મને લાગે છે તે શીખ અને અનુભવ ટીમને આગળ લઇ જવામાં મદદ કરશે".
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.