ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'દરેકને ડર લાગે છે', શું છીનવાઇ જશે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ?

સ્પોર્ટ્સ / 'દરેકને ડર લાગે છે', શું છીનવાઇ જશે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 12:49 PM, 18 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket: શુભમન ગિલ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરિજ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે.

ADVERTISEMENT

Cricket: શુભમન ગિલ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરિજ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે. રોહિત શર્માના સ્થાને શુભમનને વન ડે ટીમના કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી છે. અગાઉ શુભમનને ટેસ્ટ કેપ્ટન પણ નિયુક્ત કરવામાં આવ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટ પછી શુભમન ગિલને વન ડેમાં પણ કપ્તાનની જવાબદારી સોપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સંકેત આપ્યો છે કે યુવા બેટ્સમેન ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમનને વન ડે કેપ્ટનના નિર્ણયથી ચાહકોને આશ્ચર્ય થયું, પરંતુ ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના મનમાં થોડો ડર જરૂર રહ્યો હશે.

suryakumar-yadav

સૂર્યકુમાર યાદવ એશિયા કપ 2025 જીતનારી ભારતીય ટીમના કેપ્ટન હતા. જોકે બેટ્સમેન તરીકે સૂર્યકુમારનું પ્રદર્શન ખાસ નહોતું. કેપ્ટન સૂર્યા છ ઇનિંગ્સમાં 18 ની સરેરાશથી માત્ર 72 રન બનાવી શક્યો હતો.

સૂર્યકુમાર યાદવને લાગ્યું કે કદાચ તેમનો કેપ્ટનશીપનો કાર્યકાળ વધુ લાંબો સમય ચાલશે નહીં. શુભમન ગિલને વન ડે અને ટેસ્ટ ટીમોની કેપ્ટનશીપ મળી, 2025 ના એશિયા કપ માટે ભારતીય ટી20 ટીમનો ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. એશિયા કપમાં શુભમન એક વર્ષ પછી ટી20 સેટઅપમાં પાછો ફર્યો. સૂર્યકુમાર યાદવને ડર રહેશે કે 2026 ના વર્લ્ડ કપ પહેલા તેની ટી20 કેપ્ટનશીપ ગુમાવી શકે છે.

cricket-main

શુભમન માટે ખુશ: સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "હું જૂઠું નહીં બોલું. દરેકને ડર લાગે છે. પરંતુ આ એક એવો ડર છે જે તમને પ્રેરણા આપે છે. શુભમન ગિલ અને મારા વચ્ચે મેદાનની અંદર અને બાર સારા સંબંધો છે. હું તેના માટે ખૂબ ખુશ છું કે તે બે ફોર્મેટમાં કેપ્ટન બન્યો છે. તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે."

vtv app promotion

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / આ છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે મેચ જોનારી જોડી, કઇ નં. 1 પર?

સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેણે આ ડરનો ઉપયોગ નબળાઈ તરીકે નહીં, પરંતુ પ્રેરણા તરીકે કર્યો. કેપ્ટન સૂર્યા માને છે કે શુભમન ગિલ સાથેનો તેનો સંબંધ પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત છે. સૂર્યકુમાર યાદવ કહે છે, "જો મને ડર હોત, તો મેં મારી પહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં જોફ્રા આર્ચરના પહેલા શોટ પર છગ્ગો ન માર્યો હોત. મેં ઘણા સમયથી ડરને પાછળ છોડી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suryakumar Yadav Team India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ