બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shreyas Iyer's super century: Dhunadhar batting record in semi-final, second Indian player to do such a feat

IND vs NZ / શ્રેયસ અય્યરની સુપર સેન્ચુરી: સેમીફાઇનલમાં ધુંઆધાર બેટિંગ કરીને બનાવ્યો રેકૉર્ડ, આવો કમાલ કરનાર ભારતનો બીજો ખેલાડી

Pravin Joshi

Last Updated: 06:37 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ રીતે શ્રેયસ અય્યરે સતત બીજી મેચમાં સદીનો આંકડો પાર કર્યો.

  • ભારતે ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો 
  • ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી
  • ક્રિકેટર શ્રેયસ અય્યરે સતત બીજી મેચમાં સદીનો આંકડો પાર કર્યો

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 50 ઓવરમાં 4 વિકેટે 397 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ રીતે શ્રેયસ અય્યરે સતત બીજી મેચમાં સદીનો આંકડો પાર કર્યો. જોકે, શ્રેયસ અય્યર વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ કારનામું રાહુલ દ્રવિડે કર્યું હતું. 1999ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડે સતત 2 સદી ફટકારી હતી.

 

શ્રેયસ અય્યરે સતત બીજી સદી ફટકારી હતી

શ્રેયસ અય્યરે નેધરલેન્ડ સામે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સદી ફટકારી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે 94 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. હવે શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલી 113 બોલમાં 117 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 50મી સદી છે. આ રીતે વિરાટ કોહલી ODI ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો

આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની સદી ઉપરાંત શુભમન ગીલની શાનદાર ઇનિંગને કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 398 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. શુભમન ગિલ 66 બોલમાં 80 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સિવાય કેએલ રાહુલે 20 બોલમાં 39 રન બનાવીને શાનદાર ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ