DAP-NPK ખાતરની અછતનો મુદ્દો ઉઠ્યો. ઉપલેટામાં DAP-NPK ખાતરની વ્યાપક અછત છે. ખેડૂતોની લાંબી લાઈન છતા પૂરતું ખાતર મળ્યું નથી. ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો ખેતી છોડીને ખાતર માટે લાઈનમાં ઉભા રહ્યા હોય એવી સ્થિતિ છે.
બાળકનો જન્મ થાય પછી શરૂઆતમાં માનુ ધાવણ તેના માટે મુખ્ય ખોરાક છે. એક મા માટે પોતાનું બાળક જ સર્વસ્વ એવી જ રીતે ખેડૂત માટે તેનો પાક એટલે જાણે કે તેનું બાળક. અત્યારે સ્થિતિ એવી છે કે પોતાના પાકને બાળકની જેમ સાચવતા ખેડૂતો તેના બાળકના ધાવણ માટે વલખા મારી રહ્યા છે. આ વાત થઈ રહી છે.
DAP-NPK ખાતરની અછતનો મુદ્દો ઉઠ્યો
ઉપલેટામાં DAP-NPK ખાતરની વ્યાપક અછત
ખેડૂતોની લાંબી લાઈન છતા પૂરતું ખાતર નથી મળ્યું
શિયાળુ પાકને જરૂરી એવા DAP અને NPK ખાતરની. શિયાળુ પાક ઘઉં, ચણા, જીરુનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ પાકને વિકસાવવા માટે જરૂરી ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો મોડી રાતથી લાઈનમાં ઉભા રહે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા માત્ર પાંચ થેલી હાથમાં આવે એવી સ્થિતિ બની રહી છે. જો પાકના વાવેતરના સમયે પૂરતુ ધ્યાન નહીં અપાય તો ખેડૂતને કેટલું નુકસાન જશે એ માત્ર ખેડૂત જ સમજી અને અનુભવી શકે.
સૌરાષ્ટ્રમાં ન માત્ર ઉપલેટા કે મોટી પાનેલી પરંતુ થોડા દિવસ પહેલા જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પણ મગફળી અને તુવેરના પાક માટે DAP અને NPK ખાતરની અછત ઉભી થઈ હતી. ખાતરના અભાવે ખેડૂતનો પાક નિષ્ફળ ન જાય તે જોવાની જવાબદારી તો કોઈએ નક્કી કરવી જ પડશે અને વાવેતરના સમયે જ ખેડૂતોને ખાતર નથી મળતું તો એ સમસ્યાનો કાયમી ઉકેલ શું હોય શકે.
અત્યારે શિયાળુ પાકના વાવેતરનો સમય છે
શિયાળુ પાક માટે DAP-NPK ખાતર અત્યંત જરૂરી
ઘઉં, ચણા, જીરુનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે
પાકના વાવેતર માટે DAP-NPK ખાતર જરૂરી છે
ખેડૂતોની મુશ્કેલી શું છે?
અત્યારે શિયાળુ પાકના વાવેતરનો સમય છે. શિયાળુ પાક માટે DAP-NPK ખાતર અત્યંત જરૂરી છે. ઘઉં, ચણા, જીરુનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. પાકના વાવેતર માટે DAP-NPK ખાતર જરૂરી છે. ખેડૂતને જરૂર હોય છે ત્યારે જ ખાતર મળતું નથી. મોડી રાતના બે વાગ્યાથી ખાતર લેવા લાઈનમાં ઉભા રહેવું પડે છે. કલાકો બાદ વારો આવે છે અને માત્ર 5 થેલી જેટલું ખાતર મળે છે. ખાતરની અછત ઉભી થાય છે અને પાકના વાવેતરનો સમય જતો રહે છે. શિયાળુ પાકના વાવેતરમાં વિલંબથી પાકને નુકસાન જાય છે.
મોડી રાતના બે વાગ્યાથી ખાતર લેવા લાઈનમાં ઉભા રહેવું પડે છે
કલાકો બાદ વારો આવે છે અને માત્ર 5 થેલી જેટલું ખાતર મળે છે
ખાતરની અછત ઉભી થાય છે અને પાકના વાવેતરનો સમય જતો રહે છે
શિયાળુ પાકના વાવેતરમાં વિલંબથી પાકને નુકસાન જાય છે
જૂનાગઢમાં પણ ઉભી થઈ હતી અછત
જૂનાગઢના મોટાભાગના વિસ્તારમાં મગફળી, તુવેરનો પાક લેવાય છે. જૂનાગઢ, કેશોદ અને આસપાસના વિસ્તારમાં DAP, NPK ખાતરની અછત છે. પાકના વાવેતરના સમયે જ ખાતરની અછત ઉભી થઈ છે. અજાબ ગામના સરપંચે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. ખેડૂતોને નવા પાકના વાવેતર માટે સમયસર ખાતર મળવા રજૂઆત કરી હતી.
DAP ખાતર કેમ જરૂરી?
2020-2021ના ડેટા મુજબ DAP ભારતમાં બીજા નંબરનું વપરાતું ખાતર છે. DAPમાં વધુ ફોસ્ફરસ છે. ફોસ્ફરસ મૂળની સ્થાપના અને વિકાસને નિર્ધારિત કરે છે. DAPનો ઉપયોગ ન થાય તો છોડના વિકાસમાં ઘણો સમય જઈ શકે છે. 1 હેક્ટર માટે 100 કિલો DAP ખાતર વાપરી શકાય છે.
પાકના વાવેતરના સમયે જ ખાતરની અછત ઉભી થઈ
અજાબ ગામના સરપંચે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી
ખેડૂતોને નવા પાકના વાવેતર માટે સમયસર ખાતર મળવા રજૂઆત કરી
NPK ખાતર કેમ જરૂરી?
જમીનને એસિડિફાઈ કરતું નથી. પાકના સંતુલિત વિકાસ માટે જરૂરી છે. જમીનના સ્વાસ્થ્યને સુધારે છે. પાકની ઉપજમાં વધારો કરે છે. 1 ટન અનાજના ઉત્પાદન માટે હેક્ટર દીઠ 15 થી 20 કિલો NPKની જરૂરિયાત છે.