બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / shocking road accident video goes viral on social media people shocked to see this

ઓહ માય ગોડ / આને કે'વાય મોતને હાથતાળી આપવી! ભયાનક સ્પીડે આવતી કારથી બાપ દીકરાનો આબાદ બચાવ

Published By: Premal

Last Updated: 05:10 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર પરના રૂંવાડા ઉભા કરી નાખે તેવા વીડિયોને ટ્વિટર પર Shocking Videos નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. સરેરાશ 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે અનેક યુઝર્સે આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

  • પૂરપાટઝડપે આવતા કાર ચાલકે બાઈકને મારી ટક્કર
  • પિતાએ પુત્રને પોતાની બાઈક પર બેસાડ્યો હતો
  • કારને આવતી જોઇને પિતા પુત્રને લઇને હટી જાય છે

રોડ દુર્ઘટનામાં પિતા-પુત્ર માંડ-માંડ બચ્યા 

રસ્તા પર દુર્ઘટનાનો કોઈ ભરોસો હોતો નથી. આ ગમે ત્યારે થઇ શકે. સોશિયલ મીડિયામા આજકાલ આવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભયાનક રોડ દુર્ઘટનામાં પિતા અને પુત્ર માંડ-માંડ બચ્યા છે. 

પૂરપાટઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારી 

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક શખ્સે રસ્તાની એક બાજુએ પોતાની બાઈક ઉભી રાખી છે અને તેના નાના બાળકને તેની પર બેસાડ્યો છે. આ દરમ્યાન સ્પીડમાંથી આવી રહેલી કાર પોતાની તરફ આવતા જોવે છે. જેને જોઇને તે તરત જ પોતાના બાળકને બાઈક પરથી ઉતારી લે છે અને જેવો તે ઉતારે છે, એક સેકન્ડની અંદર કાર ચાલક તેની બાઈકને ગંભીર રીતે ટક્કર મારે છે. જેને કારણે કારની સાથે-સાથે બાઈક પણ આગળ જતી રહે છે. નસીબદાર છે કે તે સમય રહેતા બેકાબુ કારને જોઇ લે છે અને ત્યાંથી હટી જાય છે, નહીંતર તેનો જીવ જતો રહ્યો હોત. આ એકદમ શરીરના રૂંવાડા ઉભા કરી નાખે તેવો વીડિયો છે.

કારને આવતી જોઈને પિતા પોતાના પુત્રને લઇને હટી જાય છે

શરીરમાં ધ્રુજારી ઉભી કરી નાખે તેવા આ વીડિયોને ટ્વિટર પર Shocking Videos નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. સરેરાશ 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે અનેક યુઝર્સે આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોઈને યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા પણ આપી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bike Accident SHOCKING VIDEO car accident viral video Road Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ