બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / shiv sena chief uddhav thackeray demands bharat ratna for veer savarkar

નિવેદન / જો સાવરકર દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત તો પાકિસ્તાન ના હોત: ઉદ્ધવ ઠાકરે

Krupa

Last Updated: 11:58 AM, 18 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જો હિંદુત્વ વિચારક વીર સાવરકર એ સમયે દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન અસ્તિત્વમાં જ ના હોત. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વ વિચારક વીર સાવરકરના વખાણ કરતાં એમને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગણી કરી.

  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરના વખાણ કર્યા
  • ઠાકરેએ કહ્યું કે સાવરકર દેશના પીએમ હોત તો પાકિસ્તાન બન્યું ના હોત
  • એમને વીર સાવરકરને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગ કરી
  • ઠાકરે આ વાત સાવરકર પર આવેલી એક પુસ્તકના વિમોચનના પ્રસંગે કહી

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ હિંદુત્વ વિચારક વીર સાવરકરના વખાણ કરતાં એમને ભારત રત્ન આપવાની માગણીનું સમર્થન કર્યું. મંગળવારે ઠાકરેએ કહ્યું કે જો હિંદુત્વ વિચારક વીર સાવરકર એ સમયે દેશના પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન અસ્તિત્વમાં ના હોત. એમને વીર સાવરકરને ભારત રત્નથી સમ્માનિત કરવાની માગણી કરી. 

ઠાકરે એક આત્મકથા 'સાવરકર: ઇકોઝ ફ્રૉમ અ ફૉરગાટેન પાસ્ટ' ના વિમોચનના પ્રસંગે આ વાત કહી. તેઓએ કહ્યું, 'સાવરકરને ભારત રત્ન સમ્માનથી સમ્માનિત કરવામાં આવે. અમે મહાત્મા ગાંધી અને પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વરાા કરવામાં આવેલા કામની ના પાડતા નથી, પરંતુ દેશના બે થી વધારે પરિવારોને રાજકારણ દ્રશ્યને શરૂ કરતા જોયા.' જણાવી દઇએ કે શિવસેના પહેલાથી સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરતી રહી છે. 

READ ALSO: રાહુલ ગાંધી અને મણિશંકર અય્યર પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહાર, કહ્યું- મારવા જોઇએ

ઠાકરેએ આગળ જણાવ્યું કે, 
'એમને નહેરુને વીર કહેવામાં કોઇ સમસ્યા ના હોતી જો તેઓ 14 મીનિટ પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષો સુધી જેલમાં રહ્યા હતા.' એમને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધીને આ પુસ્તકની એક કોપી આપવી જોઇએ.

READ ALSO: ચૂંટણી આવતા જ શિવસેના 'રામ' ના સહારે, ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર મુદ્દે આપ્યું નિવેદન

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Shiv Sena Uddhav Thackeray veer savarkar ઉદ્ધવ ઠાકરે વીર સાવરકર Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ