ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Shivsena uddhav thackeray slams congress leader rahul gandhi and mani shankar aiyar

નિવેદન / રાહુલ ગાંધી અને મણિશંકર અય્યર પર ઉદ્ધવ ઠાકરેએ કર્યા પ્રહાર, કહ્યું- મારવા જોઇએ

Published By: Hiren

Last Updated: 11:34 PM, 17 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઠાકેરેએ કહ્યું કે, મણિશંકર અય્યરની જૂતાથી પીટાઇ કરવી જોઇએ. આ સિવાય તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઇને પણ પ્રહાર કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીને લઇને કહ્યું કે મૂરખ છે અને હવે તેમની પાસે બહુ સમય છે. પ્રધાનમંત્રી બનાવવાના પ્રયત્નો કરતા પહેલા તેમણે દેશને સમજવાના પ્રયત્નો કરવા જોઇએ.

ADVERTISEMENT

મનાઇ રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન વીર સાવરકરના સંદર્ભમાં આવ્યું છે. મણિશંકર અય્યર કેટલીક વખત વીર સાવરકરને લઇને વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ કહ્યું હતું કે જે લોકો વીર સાવરકરની વિચારધારાને નથી માનતા તેમણે સાર્વજનિક રીતે મારવા જોઇએ.

દિલ્હી યૂનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં વીર સાવરકરની મૂર્તિ પર શાહી લગાવવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના સન્માનિત વ્યક્તિ સાવરકરનું અપમાન કરનારાઓને સૌએ મળીને માર મારવો જોઇએ તેથી તેમને સ્વતંત્રતાની કિંમત સમજમાં આવશે. જે લોકો સાવરકરનું સન્માન નથી કરતા તેમણે એક વાર સૌએ મળીને મારવા જોઇએ. તેમણે કહ્યું કે સાવરકરનું અપમાન કર્યું, જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે, તેમને આઝાદીની કિંમત સમજમાં નહીં આવે.

બાલ ઠાકરેએ ચલાવ્યું હતું જૂતા મારો અભિયાન

વર્ષ 2004માં જ્યારે મણિશંકર અય્યર પેટ્રોલિયમ મંત્રી હતા તો તેમણે સ્વંત્રતા સેનાનીનું અપમાન કરવાનું સાહસ દેખાડ્યું હતું, સાથે જ કોંગ્રેસ સરકારના અંદમાનની સેલ્યુલર જેલથી વીર સાવરકરના નિવેદન વાળી તક્તિઓ હટાવી દીધી હતી. ત્યારે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ જૂતા મારો અભિયાન ચલાવ્યું હતું. શિવસેના શરૂઆતથી જ સાવરકર પ્રત્યે સંવેદનશીલ અને ભાવનાત્મક રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mani Shankar Aiyar Shivsena Uddhav Thackeray rahul gandhi કોંગ્રેસ શિવસેના Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ