બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રામ મંદિર માટે કાયદો બનાવવા કરી માગ
હવે તેના માટે રાહ જોવાનો સવાલ જ ઉભો થતો નથી. અમે રામ મંદિરના નિર્માણ માટે અલગ કાયદાની માંગ કરી છે જો કોર્ટમાં આ મામલો વધુ સમય માટે લંબિત રહે તો તેના નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ'
ADVERTISEMENT
Shiv Sena Chief Uddhav Thackeray in Mumbai: Our Shivsainik's have been asked to prepare to lay the first brick for Ram Temple, our hopes have increased with all that the government is doing, it's not right to keep waiting anymore. pic.twitter.com/yeTi4yo1Wm
— ANI (@ANI) September 16, 2019
ADVERTISEMENT
શિવસેનાના કાર્યકર્તાઓને રામમંદિર માટે તૈયાર રહેવા કર્યું આહવાહન
તેમણે વધુમાં જણાવ્યું કે 'સરકારે જેમ કલમ 370 હટાવ્યું એમજ રામ મંદિર બનાવવા માટે પણ સંસદમાં કાયદો લાવવામાં આવે છે.' તેમણે શિવસેનાના કાર્યકર્તાઓને રામમંદિરનો પાયો નાખવા પહેલી ઈંટ મુકવા તૈયાર રહેવા આહવાહન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેના દિવસોથી રામમંદિર શિવસેના માટે મોટો મુદ્દો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રામમંદિર વિવાદ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિગ પડેલ છે અને તેની નિયમિત સુનાવણી પણ કરવામાં આવી છે તે પહેલાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાની પણ ઘણા નિષ્ફળ પ્રયત્નો કરાયા છે.
ADVERTISEMENT
ચૂંટણી સમયે રામ મંદિરનો મુદ્દાનો કરાયો ઉપયોગ
ADVERTISEMENT
નોંધનીય છે કે જ્યારે લોકસભાની ચૂંટણી થવાની હતી ત્યારે ઉદ્ધવ ઠાકરે પોતે અયોધ્યા ગયા અને શિવસેનાએ રામમંદિરના નિર્માણ માટે અંદોલન કરી ભાજપને તેનો વાયદો પૂરો કરવા કહ્યું હતું પરંતુ ભાજપએ કોર્ટના ચુકાદાની રાહ જોવાનો નિર્ણય લેતા શિવસેના શાંત થઇ હતી. હવે જયારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે શિવસેના પોતાના મૂળ હિન્દુત્વના મુદ્દા પર પરત ફરી છે અને રામમંદિરના નિર્માણની માંગણી કરી છે.
ADVERTISEMENT
હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો પર ઉઠાવ્યા સવાલ
ભારતમાં ચૂંટણીના સમયે પાકિસ્તાન પણ ચર્ચાનો વિષય બનીને રહે છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાનમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો પર સવાલ ઉઠાવ્યા અને તેની જેટલી નિંદા કરો એટલી ઓછી છે તેમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતીય મુસ્લિમોને સંબોધતા કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની જે સ્થિતિ છે તે સ્થિતિ ભારતમાં ઈચ્છતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.