બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'મને મારી પણ શકે, તો પણ વતન પાછી જઈશ' – શેખ હસીના બાંગ્લાદેશમાં સરેન્ડર કરશે

વિશ્વ / 'મને મારી પણ શકે, તો પણ વતન પાછી જઈશ' – શેખ હસીના બાંગ્લાદેશમાં સરેન્ડર કરશે

Pravin Joshi

Last Updated: 11:32 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લાંબા સમય બાદ વતન વાપસી અંગે મોટો ખુલાસો કર્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે December સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની સમયસીમા જાહેર કરી છે અને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પોતાના વતન પાછા ફરવા આતુર છે. એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાના દેશ પરત ફરવા અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. શેખ હસીના ચાલુ વર્ષના ડિસેમ્બર મહિનાની આસપાસ બાંગ્લાદેશ પરત જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની કોર્ટે તેમને મૃત્યુદંડ ફટકારી છે, તેમ છતાં પૂર્વ વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અને તેમની પ્રતિબંધિત પાર્ટી 'અવામી લીગ' ના વરિષ્ઠ નેતાઓ ડિસેમ્બરની આસપાસ વતન લોટશે અને તેઓ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે.

sheikh-hasina

'પોતાના દેશ પરત ફરવા માટે સંપૂર્ણ તૈયાર છું'

ન્યૂઝ એજન્સી રોઇટર્સ (Reuters) ને આપેલા ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં તેમની જાનને મોટું જોખમ છે, તેમ છતાં તેઓ પોતાના દેશ પરત ફરશે. તેમણે કહ્યું કે તેઓ ધરપકડ થવા અથવા મૃત્યુને ભેટવા માટે પણ તૈયાર છે, પરંતુ તેઓ પોતાના દેશ જવા માંગે છે. શેખ હસીનાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બાંગ્લાદેશની વર્તમાન સરકાર ભારત પાસે સતત તેમના પ્રત્યાર્પણ (Extradition) ની માંગ કરી રહી છે.

bangladesh-sheikh-hasina

મોત આવે તો મારી પોતાની ધરતી પર આવે

પોતાના નિર્ણાયક કદમ અંગે વાત કરતા પૂર્વ પીએમએ કહ્યું, "પાછા ફરવા પર તેઓ (બાંગ્લાદેશ સરકાર) મારી ધરપકડ કરી શકે છે અથવા મને મારી શકે છે. તેમ છતાં, મારે જવું જ પડશે. મારી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોનું દમન થઈ રહ્યું છે. જો મોત આવવાનું જ હોય, તો હું ઈચ્છું છું કે તે મારી પોતાની ધરતી પર આવે, જ્યાં મારા અમ્મી-અબ્બુ (માતા-પિતા) દફન છે અને જ્યાં તેમનું લોહી વહ્યું હતું."

પહેલીવાર જણાવી પરત ફરવાની ચોક્કસ અવધિ

આ અગાઉ થોડા અઠવાડિયા પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી, પરંતુ રોઇટર્સના અહેવાલ મુજબ, આ પ્રથમ વખત છે જ્યારે શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની ચોક્કસ સમયસીમા જાહેર કરી છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના હિંસક અને ઉગ્ર પ્રદર્શનો બાદ શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024 ના રોજ બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું અને ત્યારથી તેઓ ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. આ ઘટનાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પણ તણાવપૂર્ણ બન્યા છે. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે નવેમ્બર 2025 માં, વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના પ્રદર્શનો પર કથિત હિંસક કાર્યવાહીમાં તેમની ભૂમિકા બદલ, તેમની ગેરહાજરીમાં જ તેમને મોતની સજા સંભળાવી હતી. જો કે, શેખ હસીનાએ આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

વધુ વાંચો : TMC ના ત્રણેય પૂર્વ સાંસદો BJP માં જોડાયા, ભાજપે કલાકોમાં જ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર

ઢાકા નજીક રેલીમાં બૉમ્બ બ્લાસ્ટ

આ તમામ રાજકીય હલચલ વચ્ચે બાંગ્લાદેશમાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. સોમવારે રાત્રે બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીક આવેલા સાવર વિસ્તારમાં એક રેલી દરમિયાન અચાનક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ રેલીનું આયોજન નેશનલ સિટિઝન પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિસ્ફોટમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AwamiLeague BangladeshPolitics SheikhHasina
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ