બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નોર્થ એન્ડ્રોસમાં ફ્લેમિંગો એરનું નાનું વિમાન ક્રેશ થતાં તમામ 10 લોકોના મોત, સરકારે ફ્લાઇટ્સ અસ્થાયી સ્થગિત કરી

વિશ્વ / નોર્થ એન્ડ્રોસમાં ફ્લેમિંગો એરનું નાનું વિમાન ક્રેશ થતાં તમામ 10 લોકોના મોત, સરકારે ફ્લાઇટ્સ અસ્થાયી સ્થગિત કરી

Nidhi Panchal

Last Updated: 07:57 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહામાસમાં શુક્રવારે થયેલી એક દુઃખદ વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મૂકી દીધો છે. નોર્થ એન્ડ્રોસ વિસ્તારમાં નાનું વિમાન ક્રેશ થતાં તેમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે.

શુક્રવારે બહામાસમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક નાનું વિમાન ક્રેશ થતાં તેમાં સવાર 10 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અકસ્માત બાદ સરકારે તાત્કાલિક પગલાં લેતાં ફ્લેમિંગો એરની તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત એજન્સીઓ કામગીરી કરી રહી છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

આ જીવલેણ અકસ્માત બહામાસના ટાપુ સમૂહની રાજધાની નાસાઉની પશ્ચિમમાં આવેલા નોર્થ એન્ડ્રોસ વિસ્તારમાં થયો હતો. સમુદ્ર કિનારાની નજીક આવેલા આ વિસ્તારમાં ફ્લેમિંગો એરનું નાનું વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે શરૂઆતમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં મોટાભાગના મુસાફરોને બચાવી શકાયા નહોતા. અકસ્માતના સમાચાર સામે આવતા સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત બચી ગયો

બહામાસના વડા પ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિ જીવિત બચી ગયો છે. જોકે બાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગંભીર ઇજાઓને કારણે તે વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે દુર્ઘટનામાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને સંબંધિત અધિકારીઓ તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની પ્રક્રિયામાં જોડાયેલા છે.

હાલમાં ઊંડા દુઃખના માહોલમાંથી પસાર થઈ

વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે જણાવ્યું હતું કે સમગ્ર દેશ હાલમાં ઊંડા દુઃખના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે સમગ્ર બહામાસ દેશ પોતાની સ્વતંત્રતાની 53મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે આ દુઃખદ ઘટનાએ ઉજવણીને શોકમાં ફેરવી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર આ દિવસ હવે આનંદનો નહીં પરંતુ શોકનો દિવસ બની ગયો છે.

આ પણ વાંચો : 'ઈરાન વાતચીત માટે તૈયાર પરંતુ મેં સ્પષ્ટ કહી દીધું..', હુમલા પછી ટ્રમ્પનો દાવો

વડા પ્રધાને મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં તમામ પરિવારોની સાથે છે. તેમણે કહ્યું કે જે પરિવારોને આ દુઃખદ સમાચાર મળ્યા છે કે તેમના પોતાના સ્વજન હવે ક્યારેય ઘરે પાછા નહીં ફરે, તેમના દુઃખની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સમગ્ર દેશ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે શોક વ્યક્ત કરી રહ્યો છે. હાલમાં અકસ્માત અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ દુર્ઘટનાના કારણો અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nassau Bahamas Plane Crash Flamingo Air
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ