બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સોમવારથી ખાડી પરના તમામ ગેરકાયદે દબાણો સામે શરૂ થશે મેગા ડિમોલિશન

સુરત / સોમવારથી ખાડી પરના તમામ ગેરકાયદે દબાણો સામે શરૂ થશે મેગા ડિમોલિશન

Priykant Shrimali

Last Updated: 10:46 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Khadi Demolition : સુરત મહાનગરપાલિકાએ ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરવાનો નિર્ણય

Surat Khadi Demolition : આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે સુરતની સૂરત બદલી નાખી હતી. ડાયમંડ સિટી સુરત જળમગ્ન બન્યા બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં તાજેતરમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સર્જાયેલી ખાડી પૂરની સ્થિતિએ સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. રહેણાંક વિસ્તારો, વેપારી સંકુલો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ભરાતા હજારો પરિવારો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિ બાદ હવે સુરત મહાનગરપાલિકાએ ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મોટું અને મહત્વપૂર્ણ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.

ખાડીઓ પરના તમામ ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઇવ

સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે મનપાના સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચના આપી છે કે, શહેરની વિવિધ ખાડીઓ પર અને તેની આસપાસ વર્ષોથી થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે સોમવારથી મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવે. આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે અને કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક અને હવે મોટો નિર્ણય

તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સુરત શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરતના કલેક્ટર, શહેરના ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ વરિષ્ઠ વહીવટી અને ટેકનિકલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પૂરના કારણો, ખાડીઓની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટેના લાંબા ગાળાના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન રજૂ કરાયેલા સર્વેમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. મનપાના અગાઉના સર્વે મુજબ શહેરની અનેક ખાડીઓ પર વર્ષોથી ગેરકાયદેસર દબાણો ઉભા થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ખાડીની બંને બાજુ પાકા બાંધકામો કરવામાં આવ્યા છે તો કેટલાક સ્થળોએ સીધી ખાડી પર જ બાંધકામ ઊભા કરી દેવાયા છે. પરિણામે ખાડીઓની પહોળાઈ ઘટી ગઈ છે અને વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં ગંભીર અવરોધ સર્જાયો છે.

શું કહી રહ્યા છે અધિકારીઓ ?

અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણી આવતાં આ ગેરકાયદેસર દબાણો પાણીના પ્રવાહને રોકી દે છે. જેના કારણે પાણી આગળ વધી શકતું નથી અને આસપાસના નીચાણવાળા રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, વેપારી વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પાણી ફરી વળે છે. તાજેતરના ભારે વરસાદ દરમિયાન પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા પાછળ આ જ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. સોમવારથી શરૂ થનારી ડિમોલિશન ડ્રાઇવ માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી રહી છે. જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે ખાડીના પ્રવાહમાં અવરોધરૂપ બનેલા તમામ ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માત્ર દબાણો દૂર કરવા પૂરતું જ નહીં, પરંતુ ખાડીઓનું વૈજ્ઞાનિક રીતે પુનઃઆયોજન પણ કરવામાં આવશે. જ્યાં જરૂર પડશે ત્યાં ખાડીઓનું વિસ્તરણ કરવામાં આવશે, ગાદ દૂર કરવામાં આવશે, નિયમિત સફાઈ હાથ ધરાશે તેમજ વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ સરળ બને તે માટે જરૂરી ડ્રેનેજ વ્યવસ્થામાં પણ સુધારા કરવામાં આવશે. લાંબા ગાળાના ડ્રેનેજ મેનેજમેન્ટ પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચો : જૂનાગઢ હાઇવે પર કાર-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા ઘટનાસ્થળે જ 4ના મોત, પરિવારમાં આક્રંદ

કમિશનર એમ. નાગરાજને શું કહ્યું ?

આ તરફ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે સમગ્ર શહેરની તમામ ખાડીઓ માટે લાંબા ગાળાનું આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવાની જરૂરિયાત છે. રાજ્ય સરકાર તરફથી પણ આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તે મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં ખાડી પૂરની સમસ્યા વારંવાર ન સર્જાય તે માટે ટેકનિકલ અભ્યાસ, પાણીના પ્રવાહનું વૈજ્ઞાનિક વિશ્લેષણ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Municipal Corporation Surat Khadi Demolition Demolition Drive
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ