બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:58 PM, 10 July 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લાંબો ગજગ્રાહ હવે એક ગંભીર સૈન્ય સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ ઈરાન સાથે વાતચીત આગળ ધપાવવા માટે સંપૂર્ણપણે સંમત થયા છે, પરંતુ આ સાથે જ તેમણે એક મોટો દાવો કરતા કહ્યું છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલો યુદ્ધવિરામ હવે પુરો થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વૈશ્વિક મંચ પર અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
ADVERTISEMENT
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા માટે વિનંતી કરી છે અને અમેરિકાએ આ પ્રસ્તાવ પર પોતાની સહમતી આપી દીધી છે. જો કે, આ સાથે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દેવામાં આવી છે કે બંને દેશો વચ્ચેનો સીઝફાયર હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. ટ્રમ્પે આ પ્રસ્તાવિત વાતચીતની પ્રક્રિયા અથવા સીઝફાયર ભંગ થવાની શરતો અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી જાહેર કરી નથી.

ADVERTISEMENT
આ વર્તમાન તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર ઉપરાઉપરી ભયાનક હુમલા કર્યા હતા. અમેરિકાની આ સૈન્ય કાર્યવાહી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ત્રણ કોમર્શિયલ એટલે કે વ્યાપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. અમેરિકાએ આ જહાજો પર થયેલા હુમલા માટે સીધા જ તેહરાન (ઈરાન સરકાર) ને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે બીજી તરફ ઈરાને આ તમામ આરોપોને શંકાસ્પદ ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. વેસલ ટ્રેકિંગના અહેવાલો મુજબ, જે ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, તે ઓમાનના દરિયા કિનારાની નજીકથી પસાર થઈ રહ્યા હતા. ઈરાનનો પહેલેથી જ એવો દાવો રહ્યો છે કે હોર્મુઝમાંથી માત્ર તેના દ્વારા નક્કી કરાયેલા રૂટ પરથી પસાર થનારા જહાજો જ સુરક્ષિત રહેશે. આ જ કારણોસર અમેરિકી સૈન્ય એક્શન બાદ આ આખા વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સૈન્ય તનાતની બાદ ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા કુવૈત અને બહેરીનમાં આવેલા કેટલાક અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે બહેરીનમાં જ અમેરિકી નૌસેનાનો પાંચમો બેડો (US Navy's Fifth Fleet) તૈનાત છે, જેના કારણે આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આ દરમિયાન ઈરાનની સૈન્ય પાંખ IRGC એવો દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોન (MQ-9 Reaper Drone) ને તોડી પાડ્યું છે. જો કે, આ દાવાની કોઈ સ્વતંત્ર કે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
ADVERTISEMENT
મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંને દેશો વચ્ચે મર્યાદિત પ્રમાણમાં જવાબી હુમલાઓનો સિલસિલો ચાલુ છે. આવા સમયમાં ટ્રમ્પનું આ નિવેદન કે 'સીઝફાયર ખતમ થઈ ગયું છે', તે વાતનો સ્પષ્ટ સંકેત છે કે અગાઉ બંને દેશો વચ્ચે બનેલી રાજદ્વારી સમજૂતી હવે નબળી પડી ગઈ છે. આ ચોંકાવનારો ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે થોડા દિવસો પહેલા જ કતારમાં અમેરિકા અને ઈરાનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પરોક્ષ વાતચીત થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.