બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 11 July 2026
US Iran Tensions: અમેરિકાનો આરોપ છે કે ઈરાને વેપારી જહાજોને નિશાન બનાવીને અગાઉના કરારનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી અમેરિકાએ અનેક સ્થળોએ ઈરાન પર હુમલો કર્યો છે.
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક મોડ પર પહોંચતો દેખાય છે. અમેરિકાએ ઈરાનને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તે જાહેરમાં એલાન કરે કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લો રહેશે અને વેપારી જહાજો પર હુમલા બંધ થશે. અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ઈરાન આમ નહીં કરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ઈરાનને 24 કલાકનું અલ્ટીમેટમ
ADVERTISEMENT
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનને સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવા અને વેપારી જહાજો પર હુમલા બંધ કરવા માટે જાહેરમાં પ્રતિબદ્ધતા બતાવે. રિપોર્ટમાં અમેરિકી અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ સંદેશ ઈરાનને સીધો અને પ્રાદેશિક મધ્યસ્થી દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. એક અમેરિકી અધિકારીએ કહ્યું, "જો કાલ સુધી આ ઇરાનની સત્તાવારસ્થિતી ના હોતી, તો તે તેમના માટે સારો દિવસ રહેશે નહીં."
અમેરિકાની માંગણીઓ શું છે?
ADVERTISEMENT
અહેવાલો અનુસાર અમેરિકા ઇચ્છે છે કે ઇરાન જાહેર કરે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ વ્યાપારી જહાજો સુરક્ષિત રહેશે અને તેમના પર હુમલો કરવામાં આવશે નહીં. અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન પણ ઇચ્છે છે કે ઇરાન તેની અગાઉની કાર્યવાહી ખોટી હોવાનું સ્વીકારે અને ખાતરી આપે કે સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ દરિયાઇ વેપાર માર્ગો ખુલ્લા રહેશે અને કોઈપણ ટોલ નહીં લગાવે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / 'ઈરાન વાતચીત માટે તૈયાર પરંતુ મેં સ્પષ્ટ કહી દીધું..', હુમલા પછી ટ્રમ્પનો દાવો
અમેરિકા આ હુમલાઓને કરારનું ઉલ્લંઘન માને છે
ADVERTISEMENT
એક્સિઓસના અહેવાલ મુજબ અમેરિકન અધિકારીઓ માને છે કે ઇરાને ગયા મહિને હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાનો આરોપ છે કે ઇરાને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવ્યા છે, જેના કારણે અમેરિકાએ બે વાર જવાબી કાર્યવાહી કરવી પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.