ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Shatrughan Sinha appreciates PM Narendra Modi speech given on independence day

રાજનીતિ / હવે શત્રુઘ્ન સિંહાએ PM મોદીની સ્પીચ વિશે જે વખાણ કર્યા તે જાણીને વિશ્વાસ નહીં થાય

Published By: Dhruv

Last Updated: 01:33 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાને પીએમ મોદીએ 15 ઑગસ્ટનાં રોજ આપેલ ભાષણ ખૂબ સારું લાગ્યું. સિંહાએ ટ્વિટર પર કહ્યું કે, ભાષણ 'સાહસિક' અને 'વિચારોત્તેજક' હતું. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા સુધી તો શત્રુઘ્ન સિંહા પીએમ મોદીની દરેક વાતની અને નીતિની બરાબર નિંદા કરી રહ્યાં હતાં. નોટબંધી, જીએસટી અને ઑપરેશન બાલાકોટ સુધીનાં મુદ્દા પર શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં.

ADVERTISEMENT

Narendra Modi and Shatrughan Sinha

જો કે બાદમાં જે દિવસથી ભાજપ છોડી દીધું હતું તે દિવસથી કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, બીજેપી હવે અટલ-અડવાણીવાળી પાર્ટી નથી રહી. કોંગ્રેસ પાર્ટીએ તેમને પટના સાહિબ સીટથી ટિકિટ આપી હતી કે જ્યાંથી તેઓએ બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમની વિરૂદ્ધ ચૂંટણી લડી. આ હાઇપ્રોફાઇલ મુકાબલામાં શત્રુઘ્ન સિંહા પોતાની સીટને બચાવી ના શક્યા અને તેમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પહેલા શત્રુઘ્ન સિંહાએ ભાજપને 'ટૂ મેન આર્મી, વન મેન શૉ' કહ્યું હતું.

જો કે તેમનાં નવા ટ્વિટ પર એક વાર ફરીથી અનુમાન લાગશે તે નક્કી છે. તેમણે લખ્યું કે, શું હું સફાઇ આપવા માટે ઓળખાવું છું અને માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી આપનું સ્વતંત્રતા દિવસના રોજ થયેલું ભાષણ એ ખૂબ સાહસિક, સારી રીતે રિસર્ચ કરેલ અને વિચારોત્તેજક હતું.' આપણે જણાવી દઇએ કે પીએમ મોદીનાં ભાષણની પ્રશંસા કરનારા શત્રુઘ્ન સિંહા એકલા કોંગ્રેસ નેતા નથી. આ પહેલા પી. ચિદંમ્બરમે પણ ટ્વિટ કરીને પીએમ મોદીનાં ભાષણની ત્રણ વાતોની પ્રશંસા કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Independence Day India Narendra Modi shatrughan sinha tweet નરેન્દ્ર મોદી શત્રુઘ્ન સિંહા politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ