બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / shashi tharoor reaction on film the kerala story know where can watch kerala story

વિવાદ / 'દાવો સાબિત કરો અને 1 કરોડ લઇ જાઓ', વિવાદના વંટોળમાં ફસાયેલી ફિલ્મ 'The Kerala Story' પર શશિ થરૂરનું ટ્વિટ

Manisha Jogi

Last Updated: 02:07 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ બાબતે મોટા મોટા રાજનેતાઓએ ટ્વિટ કરીને ફિલ્મની ટીકા કરી છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

  • ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ નું ટ્રેલર રિલીઝ.
  • વિવાદના વંટોળમાં ફસાઈ ફિલ્મ 'The Kerala Story'.
  • કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું.

 ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story) નું ટ્રેલર રિલીઝ થયા પછી આ ફિલ્મ વિવાદો વચ્ચે ઘેરાઈ ગઈ છે. 4 દિવસ પહેલા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અદા શર્મા લીડ પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે કે, ISISએ કેરળની 32,000 હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમને લવ જેહાદનો શિકાર બનાવી અને આતંકવાદ સાથે જોડાયેલ કામમાં શામેલ કરી હતી. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે, પરંતુ આ ફિલ્મ બાબતે મોટા મોટા રાજનેતાઓએ ટ્વિટ કરીને ફિલ્મની ટીકા કરી છે. કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. 

The Kerala Story ટ્રેલર 
કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે કે, ‘આ તમારી કેરલ સ્ટોરી હોઈ શકે છે, પરંતુ આ અમારી કેરલ સ્ટોરી નથી.’ શશી થરૂરે અન્ય ટ્વિટ કર્યું છે કે, ‘32,000 હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેમને લવ જેહાદનો શિકાર બનાવી તે સાબિત કરો અને એક કરોડ લઈ જાવ.’ સોશિયલ મીડિયા યૂઝર્સ આ ટ્વિટ પર  અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. શશી થરૂરના આ ટ્વિટ પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, તેઓ ફિલ્મની કહાની પર વિશ્વાસ કરતા નથી. શશી થરૂર પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ ફિલ્મની ટીકા કરી હતી. પિનરાઈ વિજયને આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, ‘લવ જેહાદ’નો મુદ્દો ઉઠાવીને સંઘ પરિવારના એજન્ડાનો પ્રચાર કરી રહ્યા છે. 

કેરલ સ્ટોરી
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’નું નિર્દેશન સુદિપ્તો સેને કર્યું છે. ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે, કેવી રીતે કેરળની હજારો યુવતીઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને ISISમાં શામેલ કરવા માટે મજબૂર કરવામાં આવી છે. ફિલ્મની લીડ અભિનેત્રી અદા શર્મા હિંદુ મલયાલી નર્સ ફાતિમાની ભૂમિકા ભજવી રહી છે. જે કેરળમાંથી ગુમ થયેલ 32,000 મહિલાઓમાં શામેલ છે અને પછી ISISમાં શામેલ થઈ. આ વિવાદ સામે આવ્યા પછી ફિલ્મ નક્કી કરેલ તારીખે રિલીઝ થશે કે નહીં, તે જોવું રહ્યું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ