બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / shankersinh vaghela tweet goes viral amid new cabinet oath in gujarat

BIG NEWS / 'અર્જુને' યુદ્ધ કરવું પડશે : શપથવિધિ પહેલા શંકરસિંહ વાઘેલાના ટ્વિટથી અનેક તર્ક-વિતર્ક

Parth

Last Updated: 12:26 PM, 16 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી અને સરકારની અંદર મોટી ઉથલપાથલ વચ્ચે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે જે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

  • ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો 
  • આજે નવા મંત્રીમંડળનું શપથગ્રહણ 
  • પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કર્યું સૂચક ટ્વિટ 
  • કોઈ ભાજપ નેતાએ ખૂલીને વ્યક્ત નથી કરી નારાજગી 

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી ઉથલપાથલ ચાલી રહી છે, રાજ્યમાં દોઢ વાગે નવા મંત્રીમંડળનાં શપથગ્રહણ છે ત્યારે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે. ઈશારા ઈશારામાં શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે યુદ્ધ એ જ કલ્યાણ.  

વાઘેલાએ કોને કહ્યા 'અર્જુન'
ભારતીય જનતા પાર્ટીએ નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરી છે જે બાદ ઘણા સિનિયર નેતાઓનાં પત્તાં કપાઈ ગયા છે, જોકે ભાજપનાં નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તો શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાનું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું છે કે આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારનાં કૌરવો સામે લડવું એજ ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે. આવી પરિસ્થિતિ આવે તો 'અર્જુન' તારે નિઃસંકોચ યુદ્ધ કરવું પડશે. 

એક બાદ એક ધારાસભ્યોને આજે આવ્યા ફોન 
અગાઉ આજે અમદાવાદ એનેક્ષીમાં ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓના નામને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું હતું જે બાદ જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત તમામ નેતાઓના નામ ધીમે ધીમે બહાર આવતા ગયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ વિવાદો વચ્ચે અગાઉથી ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું હતું, શપથવિધીના બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર.પાટીલને સોંપવામાં આવી હતી કટેલાક ધારાસભ્યો રાત્રિથી જ ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા. 

કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસનો ભાજપ સરકારના નિર્ણય પર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું હતું. આ નિર્ણય માત્ર ભાજપના હિતમાં છે પરંતુ આ નિર્ણય ગુજરાતના હિતમાં બિલકુલ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ