બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / shani shukra yuti saturn and venus is going to form good days will begin for 3 zodiac signs
Last Updated: 02:32 PM, 7 January 2024
ADVERTISEMENT
તમામ ગ્રહ સમયાંતરે યુતિનું નિર્માણ કરે છે. ગ્રહ ગોચરના કારણે પૃથ્વી પર રહેલ તમામ પ્રાણી અને મનુષ્ય પર અસર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યા છે, માર્ચ 2024માં શુક્ર ગ્રહ કુંભ રાશિમાં સંચરણ કરશે. શુક્ર અને શનિ કુંભ રાશિમાં યુતિનું નિર્માણ કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી શુક્ર અને શનિની યુતિ બની રહી છે. જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે, આ 3 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. જીવનમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
આ 3 રાશિના જાતકોને લાભ થશે
મિથુન- આ રાશિના જાતકો માટે શનિ અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. જે પણ યોજના બનાવશો તેમાં સફળ થશો. કરિઅર બાબતે કેટલાક સારા સમાચાર મળી શકે છે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. દેશ વિદેશમાં પણ યાત્રા કરી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે ધનુ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજકુમાર બુધ: તમારી રાશિ પ્રમાણે જુઓ કેવી થશે અસર
કુંભ- આ રાશિના જાતકો માટે શુક્રની યુતિ શુભ સાબિત થશે. પર્સનાલિટીમાં સુધારો થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. જ્ઞાનમાં વધારો થશે, ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવે શશ મહાપુરુ। રાજયોગનું નિર્માણ કર્યું છે. સંપત્તિ, વાહન અને નવા ઘર સહિત અન્ય ભૌતિક સુખ સુવિધા મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
તુલા- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકો માટે શુક્ર અને શનિની યુતિ શુભ સાબિત થશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાન માટે નોકરી અને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.