બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Daily Horoscope / shani rashi parivartan sada sati mathi malse mukti

શનિની ચાલ / અઢી વર્ષ બાદ શનિ બદલશે રાશિ, આ રાશિના જાતકોને મળશે સાડાસાતીમાંથી મુક્તિ, જાણો વિગત

Khyati

Last Updated: 05:21 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા શનિદેવનું થશે રાશિ પરિવર્તન, કેટલાક રાશિના જાતકોની શરુ થશે સાડાસાતી

  • અઢી વર્ષ બાદ શનિનું રાશિ પરિવર્તન
  • 29 એપ્રિલે કુંભ રાશિમાં મેળવશે પ્રવેશ
  • અમુક રાશિના જાતકોની શરુ થશે સાડાસાતી 

શનિનું રાશિ પરિવર્તન એ તમામ રાશિના જાતકોમાં મોટા ફેરફાર લાવે છે.  શનિએ ન્યાયના દેવતા ગણાય છે. શનિની સીધી દ્રષ્ટિ જેતા પર પડે તે તહેસનહેસ થઇ જાય છે. ત્યારે આ વખતે અઢી વર્ષ બાદ શનિનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યુ છે. જે કેટલાક રાશિના જાતકો માટે સાડા સાતી તેમજ ઢૈયા શરુ કરે છે. તો કેટલાક રાશિના જાતકોને સાડાસાતીથી મુક્તિ પણ અપાવે છે. ત્યારે આ મહિનાની 29 એપ્રિલે શનિ અઢી વર્ષ બાદ રાશિ બદલવા જઇ રહ્યા છે. ત્યારે કઇ રાશિઓ પર કેવી અસર થશે, આવો જાણીએ. 

આ રાશિની શરુ થશે સાડાસાતી

શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ મીન રાશિના જાતકોની સાડા સાતી શરૂ થશે. ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાંથી  મુક્તિ મળશે. આવી સ્થિતિમાં મીન રાશિના લોકો માટે ચિંતા થવી સામાન્ય છે કારણ કે સાડા સાત વર્ષ સુધી રહે છે. આવી સ્થિતિમાં આ લોકો માટે જરૂરી છે કે તેઓ સાડા સાતીના ખરાબ પ્રભાવથી બચવા માટે અત્યારથી જ કેટલાક ઉપાયો કરવા લાગે.


શનિની સાડા સાતી દરમિયાન કરો આ ઉપાય 

  • શનિ એવા દેવતા છે જે કર્મો અનુસાર ફળ આપે છે, તેથી તેમના ક્રોધથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે સારા કાર્યો કરો. આ માટે, સૌથી વધુ અસરકારક માર્ગ એ છે કે દાન કરવું અને લાચાર, કામ કરતા લોકોને મદદ કરવી. જે લોકો આવું કરે છે તેમના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે.
  • જે લોકો પર શનિની સાડાસાત કે ઢૈયા ચાલી રહી છે, તેમણે શનિવારે અડદની દાળ, કાળું કપડું, કાળા તલ અને કાળા ચણા જેવી કાળી વસ્તુઓ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવી જોઈએ.
  • મજૂરો, મહિલાઓ, વિકલાંગોને મદદ કરો. ભૂલથી પણ તેમનું અપમાન ન કરો કે તેમના પર જુલમ ન કરો.
  • સાડાસાત સતી અને ઢૈયાથી રાહત મેળવવા માટે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક પ્રગતિ થાય છે.
  • શનિવારે ऊं प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः' , તથા  'ऊं शं शनिश्चरायै नमः'  મંત્રોનો જાપ કરવાથી તમારામાં સકારાત્મકતા આવશે. તેમજ શનિદેવની કૃપાથી દરેક કામ સરળતાથી થઈ જશે.
  • શનિના પ્રકોપથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે મુશ્કેલી નિવારક હનુમાનની શરણમાં જવું. તેના માટે શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો. ગરીબોને દાન કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ