ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:05 PM, 1 March 2024
ADVERTISEMENT
બ્રહ્માંડમાં કુલ 9 ગ્રહ અને 27 નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે. ગ્રહ અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. શનિદેવ 8 દિવસ પછી નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવ 9 માર્ચ 2024ના રોજ સવારે 01:26 વાગ્યે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શતભિષા નક્ષત્ર 27 નક્ષત્રમાં 24માં સ્થાન પર આવે છે. શનિદેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે કઈ રાશિના જાતકો પર શુભ અસર થશે તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મેષ- આ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે. શનિદેવની કૃપાથી મેષ રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન જોવા મળશે. કરિઅરમાં અચાનક પરિવર્તન આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓના સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. કોઈ મોટી કંપનીમાં નોકરી માટે ઓફર મળી શકે છે. આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. પૈત્તૃક સંપત્તિથી નાણાંકીય લાભ થઈ શકે છે, આ દરમિયાન આરોગ્ય સારું રહેશે.
મિથુન- વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો માટે શનિદેવનું નક્ષત્ર પરિવર્તન શુભ અને અનુકૂળ સાબિત થશે. નોકરી અને બિઝનેસમાં વિસ્તાર થશે. રાજનીતિમાં જોડાવા માંગો છો તો માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેશે. રાજનૈતિક પાર્ટીમાં જોડાવા માટેની ઓફર મળી શકે છે. કોઈ મોટા નેતા સાથે મુલાકાત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે અને મન પ્રફુલ્લિત રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ખતરનાક ગ્રહણ યોગથી સાવધાન રહે આ 3 રાશિના જાતકો, 25 વર્ષ બાદ બની રહી છે સૂર્ય-રાહુની યુતિ
મીન- આ રાશિના જાતકો માટે નક્ષત્ર પરિવર્તન ચમત્કાર સમાન રહેશે. આ રાશિના જાતકોના કરિઅરમાં મોટો ફેરફાર જોવા મળશે. અચાનક મોટી કંપનીમાંથી નોકરી માટે ઓફર મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે માર્ચ મહિનો શુભ રહેશે. મહિનાના અંતે બિઝનેસમાં વૃદ્ધિ થશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો