બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Shame on you'! Malaika Arora's paparazzi are furious for secretly making a video

વિડીયો / કઇક તો શરમ કરો'! મલાઈકા અરોરાનો ગુપ્ત રીતે Video બનાવવા બદલ ભડકી ઉઠ્યાં નેટીઝન્સ

Priyakant

Last Updated: 04:35 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી મલાઈકા અરોરાનો એક વિડીયો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને તેની જાણ વગર બનાવવામાં આવ્યું છે. અભિનેત્રીનો આ ખાનગી વિડીયો બનાવવા બદલ નેટીઝન્સે સોશિયલ મીડિયા પર પેપરાજીની આકરી ટીકા કરી છે.

મલાઈકા અરોરા ઘણી વાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મલાઈકાનાં ફોટા અને વિડીયોને કેપ્ચર કરવામાં પેપરાજી પણ પાછળ નથી રહેતા. બોલીવુડ અભિનેત્રી રવિવારે તેના મિત્રો સાથે જોવા મળી. અભિનેત્રીએ સફેદ કલરનો શોર્ટ જમ્પસૂટ પહેર્યો હતો.પેપરાજીને જેવી ખબર પડી કે અભિનેત્રી અહિયાં ઉપસ્થિત છે. તે તરત જ ત્યાં પહોંચી ગયા અને મલાઈકાની જાણ  વગર તેના ફોટા અને વિડીયો લેવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વિડીયો આવતાની સાથે જ નેટીઝન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ પેપરાજીના આ પગલાની આકરી ટીકા કરી.

ડ્રેસ એડજસ્ટ કરતી વખતે વિડીયો બનાવ્યો

અભિનેત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે સફેદ રંગનો બેકલેસ જમ્પસૂટ પહેર્યો છે. એક્ટ્રેસ ત્યાંથી જવા માટે ઉભી થઈ કે તરત જ તેણે પોતાનો ડ્રેસ એડજસ્ટ કરવાનું શરૂ કરી દીધું.પેપરાજીએ બારીઓમાંથી કેમેરાને ઝૂમ કરીને તેનો વિડીયો બનાવ્યો. વિડીયોમાં તેની ઘણી અંગત ઝલક પણ કેદ કરવામાં આવી હતી. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મલાઈકાને ખબર પડી કે પેપરાજી ત્યાં હાજર છે, તેણે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું અને ત્યાંથી નીકળી ગઈ.
 

 

ખાનગી પળોને કેપ્ચર કરવા પર ગુસ્સે થયા નેટીઝન્સ

અભિનેત્રીએ પેપરાજી દ્વારા ઝૂમ વિડીયો બનાવવા પર કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ નેટીઝન્સને તે ન ગમ્યું. ખાનગી પળોનો વિડીયો બનાવવા બદલ તેણે ફોટોગ્રાફરની આકરી ટીકા કરી.

વધુ વાંચો: વિદેશની ધરતી પર અનુપમાએ લગાવ્યા દેશી ઠુમકા, Video જોઇ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા

'થોડી શરમ તો રાખો'

પોતાની નારાજગી વ્યક્ત કરતા એક યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તમારી સાથે શું ખોટું થયું છે, થોડી તો શરમ રાખો'. અન્ય એક યુઝરે લખ્યું, 'આ બરાબર નથી, તે (મલાઈકા) નથી જાણતી કે તમે તેનો વિડીયો બનાવી રહ્યા છો. જ્યાં સુધી તેમને જાણ ન હોય ત્યાં સુધી સેલિબ્રિટીના ફોટા અને વિડિયો ન બનાવો. તે જ સમયે, અન્ય ઘણા યુઝરે પણ તેની ટીકા કરી અને  નારાજગી વ્યક્ત કરી. તમને જણાવી દઈએ કે હાલમાં મલાઈકા તેનો મોટાભાગનો સમય તેના પુત્ર અરહાન અને તેના મિત્રો કરીના કપૂર ખાન, અમૃતા અરોરા અને કરિશ્મા કપૂર સાથે વિતાવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ