બ્રેકિંગ ન્યુઝ
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ડેલી સોપ અનુપમા હાલ પોતાના શોથી લોકોનું દિલ જીતી રહ્યો છે. રૂપાલી ગાંગુલી ઉર્ફ અનુપમાની દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે અને તેમની TRP પણ ખૂબ જ વધારે છે. આ શો TRP ચાર્ટમાં હંમેશા ટોપ પર રહ્યો છે. અનુપમાના રોલે દર્શકોનું દિલ જીતી લીધુ છે.
ADVERTISEMENT
એક્ટ્રેસ મોટાભાગે પોતાના ફેંસ સાથે ફોટો અને રીલ્સ શેર કરતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસે એક ટ્રેડિંગ ગીત પર પોતાનો ડાંસ વીડિયો શેર કર્યો છે જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
રૂપાલી ગાંગુલીએ ગુલાબી સાડી પર કર્યો ડાંસ
અનુપમાની સ્ટોરીમાં હાલ અમેરિકામાં થઈ રહેલા ડ્રામાને દર્શાવવામાં આવી રહ્યો છે. જ્યાં અનુપમા પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો છે અને પોતાની લાઈફની મુશ્કેલીઓ સામે ત્યાં જઈને લડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્યાં જ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ શૂટિંગમાંથી સમય કાઢીને એક દેશી ડાંસ વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રેડ કરી રહેલા ગીત ગુલાબી સાડીમાં વિદેશી જમીન પર અનુપમાએ પોતાના દેશી અંદાજમાં ગુલાબી સાડી પહેરીને ખૂબ જ સુંદર ડાંસ કર્યો છે.
ADVERTISEMENT
વિદેશમાં પણ છવાઈ ગઈ અનુપમા
સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફેંસ તેમના ડાંસના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રૂપાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ડાંસ રીલ શેર કરી છે. જેમાં તે વાયરલ થઈ રહેલા ગુલાબી સાડી ગીત પર ઠુમકા લગાવતા જોવા મળી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.