બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 09:19 AM, 15 April 2024
સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ પ્રિયામણી ચર્ચામાં છે. હકીકતે પહેલી વખત એક્ટ્રેસે ટ્રોલર્સ સાથે ડિલ કરવાને લઈને વાત કરી. જણાવી દઈએ કે પ્રિયામણીએ લોન્ગટાઈમ બોયફ્રેન્ડ મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા હતા. એવામાં તે ખૂબ જ ટ્રોલ થઈ હતી. પ્રિયામણિએ કહ્યું કે તેણે અને તેના પરિવારે ખૂબ જ ખરાબ વાતો સાંભળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેણે કહ્યું, "સાચુ કહું તો તે દિવસોમાં ટ્રોલિંગથી મને ખૂબ જ અફેક્ટ થયું હતું. ફક્ત મને જ નહીં પરંતુ મારા આખા પરિવારને પણ તેનાથી અસર થઈ હતી. ખાસકરીને મારા માતા-પિતાને. આ મારે કહેવું પડશે કે મારા પતિ મારા સાથે સોલિડ રોકની જેમ ઉભા રહ્યા છે."
તેણે આગળ જણાવ્યું, "તેમણે મને કહ્યું કે જુઓ જે પણ થાય છે તે પહેલા હું મારા પર આવવા દઈશ. બસ તુ મારો હાથ પકડીને રાખજે, તેને છોડતી નહીં. દરેક સ્ટેપને આપણે એક એક કરીને ક્રોસ કરીશું."
તેણે આગળ જણાવ્યું, "જ્યારે અમે બન્ને ડેટ કરી રહ્યા હતા તો મેં ઘણી વસ્તુઓ મુસ્તફા વિશે સાંભળી હતી. પરંતુ હું તેમને કહેતી હતી કે તમે મારી સાથે ઉભા રહેજો. સાથ ના છોડતા. "
વધુ વાંચો: VIDEO : સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર શખ્સોનો ચહેરો સામે આવ્યો, બાઈક લઈને આવ્યાં
"હું ખુશ છું કે મને આટલો સ્ટ્રોન્ગ પાર્ટનર મળ્યો છે. મને ખબર છે કે વસ્તુઓને હેન્ડલ કઈ રીતે કરવી છે. હું બેંગ્લોરમાં હતી મુંબઈમાં નહીં. હું અને મારો પતિ મળીને વસ્તુઓને હેન્ડલ કરી શકીએ."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.