બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Shaitaan Box Office Collection Day 6 Shaitaan crossed the figure of Rs 70 crore on the sixth day

Box Office Collection / અજય-માધવનની ફિલ્મ 'શૈતાન'નો બોક્સ ઓફિસ પર દબદબો, છઠ્ઠા દિવસે કરી આટલી કમાણી

Megha

Last Updated: 09:02 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ 'શૈતાન' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગન અને આર માધવન આ દિવસોમાં તેમની ફિલ્મ 'શૈતાન'ને લઈને ચર્ચામાં છે. અજય દેવગન અને આર માધવનની આ ફિલ્મ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. અજય દેવગનની ફિલ્મ 'શૈતાન' અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચુકી છે. ફિલ્મ રિલીઝ થયાને 6 દિવસ વીતી ગયા છે. 

હાલમાં પણ ફિલ્મ 'શૈતાન' બોક્સ ઓફિસ પર દબદબો બનાવી રહી છે. તો ચાલો જાણીએ કે અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ 'શૈતાન' એ છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.  

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ 'શૈતાન' રિલીઝ થયા બાદથી જ તેની કમાણીને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 'શૈતાન' રિલીઝ થયાને છ દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. અહેવાલ મુજબ, અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' છઠ્ઠા દિવસે બોક્સ ઓફિસ પર 6.37 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

છઠ્ઠા દિવસની કમાણી સાથે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 70 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. અજય દેવગનની ફિલ્મ શૈતાને 5માં દિવસે 6.57 કરોડની કમાણી કરી હતી. 'શૈતાન'ની કમાણીનાં આ આંકડાઓ અનુમાનિત છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'શૈતાન'ને બનાવવામાં મેકર્સે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 

વધુ વાંચો : ફિલ્મ રિવ્યૂ કરનારાઓ માટે હાઇકોર્ટની સખ્ત ગાઇડલાઇન જાહેર, કહ્યું 'રિલીઝ થયાના 48 કલાકમાં...'

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર શૈતાન શુક્રવાર, 8 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો હતો. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શરૂઆતના દિવસે 14.50 કરોડ રૂપિયાનો જબરદસ્ત બિઝનેસ કર્યો હતો.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ