બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shahrukh Khan gave Message to his wife and children in award function, said..

મનોરંજન / 'જ્યાં સુધી તમારો બાપ જીવિત છે', જાણો ચાલુ શોએ પોતાના બાળકોને કેમ આવું કહ્યું શાહરૂખ ખાને

Megha

Last Updated: 01:06 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવોર્ડ મેળવ્યા બાદ શાહરૂખે તેના બાળકો અને પરિવારને એક મેસેજ આપ્યો હતો.

શાહરૂખ ખાને ગયા વર્ષે એટલે કે વર્ષ 2023માં 3 સુપરહિટ ફિલ્મો જવાન, પઠાણ અને ડંકી આપી હતી અને ત્રણેય ફિલ્મોને લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. એ વાત જાણીતી જ છે કે શાહરૂખની ફિલ્મો જવાન અને પઠાણને તાજેતરમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આ દરમિયાન, સ્ટેજ પરથી શાહરૂખનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની પત્ની અને બાળકોને પોતાનો મેસેજ આપી રહ્યા છે.

હાલમાં જ શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના બાળકો માટે સ્પીચ આપી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. 

વિડીયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ એવોર્ડ મેળવ્યા બાદ પોતાનો એવોર્ડ તેની પત્ની ગૌરી અને તેના બાળકો આર્યન, સુહાના અને અબરામને સમર્પિત કર્યો. તેણે પોતાના બાળકોને એક સંદેશ પણ આપ્યો, જેમાં શાહરૂખે કહ્યું, આ સંદેશ મારા બાળકો અને પરિવાર માટે છે કે કે 'જ્યાં સુધી તમારા પિતા જીવિત છે, ત્યાં સુધી મનોરંજન જીવિત છે.'

જણાવી દઈએ કે આ વીડિયો એક એવોર્ડ શોનો છે જેમાં જવાનને બેસ્ટ VFX, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્શનના એવોર્ડ મળ્યા છે. જ્યારે પઠાણને તેના બે ગીત ઝૂમે જો પઠાણ અને બેશરમ રંગ માટે એવોર્ડ મળ્યા છે.

વધુ વાંચો: આજે Meera Chopra બનશે દુલ્હન, હાથોમાં સજાવી રક્ષિતના નામની મહેંદી, લખાવ્યું 'ઓમ ઉમા મહેશ્વરાય નમ:'

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ એક એક્શન ડ્રામા ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે સુહાના ખાન લીડ રોલમાં હશે. આ પહેલા પિતા અને પુત્રી બંને તાજેતરમાં શાહરૂખના મોટા પુત્ર આર્યન ખાનની બ્રાન્ડ માટે એક સાથે સ્ક્રીન પર જોવા મળ્યા હતા.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ