બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Meera Chopra to be a bride today, mehndi of Rakshit's name on her hands

બોલિવુડ / આજે Meera Chopra બનશે દુલ્હન, હાથોમાં સજાવી રક્ષિતના નામની મહેંદી, લખાવ્યું 'ઓમ ઉમા મહેશ્વરાય નમ:'

Megha

Last Updated: 01:06 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝિન બહેન મીરા ચોપરા આજે જયપુરમાં તેના બોયફ્રેન્ડ રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, મહેંદી-સંગીતની તસવીરો અને વીડિયો થયા વાયરલ.

બોલિવૂડથી હોલિવૂડ સુધી તેની એક્ટિંગથી ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝિન બહેન મીરા ચોપરા 12 માર્ચ એટલે કે આજે જયપુરમાં તેના બોયફ્રેન્ડ રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે, જેને લઈને મીરા ખૂબ જ ઉત્સાહિત છે. તેની સાથે તેના ચાહકો પણ ખુબ ખુશ છે.

મીરા ચોપરા-રક્ષિત કેજરીવાલના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેશે. લગ્ન પહેલા મહેંદી અને સંગીતની તસવીરો અને વીડિયો સામે આવી ચૂક્યા છે. મીરા ચોપરા-રક્ષિત કેજરીવાલના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીરા-રક્ષિતના લગ્ન 11 માર્ચની સાંજે હલ્દી સેરેમની સાથે શરૂ થયા હતા. આ દરમિયાન હવે દુલ્હન મીરા ચોપરાની મહેંદીની તસવીર સામે આવી છે.

મીરાએ પોતાના હાથ પર રક્ષિતના નામ સાથે મહેંદી લગાવી છે. તેમજ સંગીત સેરેમનીમાં સૌએ ખૂબ મજા કરી હતી. તેની બે બહેનોની જેમ મીરા પણ ડેસ્ટિનેશન વેડિંગ કરી રહી છે અને તે જયપુરમાં રક્ષિત સાથે લગ્ન કરશે. સાથે જ હવે જોવાનું એ રહે છે કે પ્રિયંકા અને પરિણીતી તેની બહેનના લગ્નમાં હાજરી આપશે કે નહીં.  

આજે દુલ્હન બનનાર મીરાના હાથ પર લગાવેલી મહેંદીની તસવીરો સામે આવી છે અને ખૂબ વાયરલ પણ થઈ રહી છે. મીરાની મહેંદી ડિઝાઇનમાં શિવ અને પાર્વતી મંત્ર લખેલા છે, જે સુખી લગ્ન જીવનનું પ્રતીક છે. આ સાથે ભાવિ પતિનું નામ RK લખવામાં આવ્યું છે.

મીરાના કામની વાત કરીએ તો તે 1920 લંડન, સેક્શન 375, કમાઠીપુરા અને આવનારી ફિલ્મ 'સફેદ' જેવી ઘણી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. અભિનેત્રી ટૂંક સમયમાં તેની યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરવા માટે તૈયાર છે કારણ કે તે લગ્ન પછી નિર્માતા તરીકે તેની સફર શરૂ કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ