બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan's film Jaawan broke all records on the first day

કિંગ ખાનનો ડંકો / શાહરૂખ ખાને ફરી મચાવી ધૂમ, જવાન ફિલ્મે પહેલા જ દિવસે તોડી નાખ્યા તમામ રેકોર્ડ

Pravin Joshi

Last Updated: 10:51 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પઠાણ ફિલ્મ પછી જવાન ફિલ્મે પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને લઈને દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મે મચાવી ધૂમ
  • જવાને પહેલા દિવસે જ કર્યુ રેકોર્ડબ્રેક કલેક્શન
  • ઓપનિંગ ડે કલેક્શનનો બમ્પર રેકોર્ડ બનાવ્યો

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પઠાણ ફિલ્મ પછી જવાન ફિલ્મે પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને લઈને દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ શાનદાર છે પરંતુ તેના પહેલા દિવસના કલેક્શનના આંકડા પણ વધુ સારા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ તેની રિલીઝના પહેલા દિવસે એટલી કમાણી કરશે જે આજ સુધી બીજી કોઈ ફિલ્મ કરી શકી નથી. એક અહેવાલ મુજબ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન તેની રિલીઝના પહેલા દિવસે વિશ્વભરમાં લગભગ 140 કરોડની કમાણી કરી શકે છે. જો આમ થશે તો તે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ હશે. અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મ એક દિવસમાં આટલી કમાણી કરી શકી નથી. હવે માત્ર એક જ ફિલ્મ બાહુબલી આ રેકોર્ડની આગળ છે. એટલે કે જવાન ફિલ્મ બીજા નંબરે પહોંચી ગઈ છે. બાહુબલી 2 એ તેની રિલીઝના પહેલા દિવસે જ વિશ્વભરમાં 227 કરોડની કમાણી કરી હતી.

Jawan Review: સુપરહિટ પઠાન બાદ બ્લોકબસ્ટર જવાન: આવો સ્વેગ શાહરુખ ખાન જ લાવી  શકે, થિયેટરમાં નાચી પડ્યા લોકો | Jawan Review shah rukh khan delivers  masterclass in action elevation ...

શાહરૂખ ખાને ફરી ડંકો વગાડ્યો

શાહરૂખ ખાને પોતાની ફિલ્મોથી ખાસ ફરક પાડ્યો છે. સુપરસ્ટારની કરિયરની ગાડી ભલે વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ હોય પરંતુ ફરી એકવાર શાહરૂખ ખાનનો ડંકો ચારે તરફ ધૂમ મચાવી રહ્યો છે. પઠાણ પછી લોકોના મનમાં શંકા હતી કે એક વર્ષમાં શાહરૂખ ખાન પણ ચાહકોને આવો જ આનંદ આપી શકશે. પરંતુ શાહરૂખે આ અદ્ભુત કામ કર્યું. હવે અભિનેતા એક વર્ષમાં બે મોટી બ્લોકબસ્ટર આપવા તરફ આગળ વધી રહ્યો છે. 

 

ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે

રિપોર્ટ્સ અનુસાર પહેલા દિવસે ફિલ્મ ભારતની તમામ ભાષાઓમાં 84.50 કરોડની કમાણી કરશે. આ સિવાય ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો આશા છે કે ફિલ્મ 50 કરોડની કમાણી કરશે. આ સંદર્ભમાં તેની કમાણી 135-140 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત વિજય સેતુપતિ, નયનતારા અને યોગી બાબુ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ