બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Shah Rukh Khan to keep bodyguard for Aryan, also plan to keep son Aryan away from 'Mannat'

ચિંતા / આર્યન માટે શાહરૂખ-ગૌરી ખાને લીધો મોટો નિર્ણય, દિકરાને લઈને તૈયાર કર્યો પ્લાન

Published By: Mehul

Last Updated: 10:37 AM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી એ હદે ક્ષુબ્ધ થઇ ગયા છે કે, આર્યન ખાન માટે હવે પર્સનલ બોડી ગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો છે

  • 'મન્નત'બંગલો છોડી દેશે આર્યન ખાન 
  • આર્યન માટે બોડીગાર્ડ રાખશે શાહરૂખ 
  • ડીસેમ્બરમાં કામ પર પરત ફરશે 'કિંગ ખાન'

આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી એ હદે ક્ષુબ્ધ થઇ ગયા છે કે, આર્યન ખાન માટે હવે પર્સનલ બોડી ગાર્ડ રાખવાનો નિર્ણય કર્યો છે.શાહરૂખ ખાન સાથે તેમનો બોડી ગાર્ડ હંમેશા પડછાયા માફક રહે છે હવે આર્યન ખાન સાથે પણ તેમનો બોડીગાર્ડ હશે.આ સિવાય,એમ પણ છે કે, શાહરૂખ ખાન તેમના પુત્ર આર્યનને દિવાળી બાદ મન્નત થી દૂર મોકલવા વિચારી રહ્યો છે. 

શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના મોટા પુત્ર આર્યન ખાનના સ્વાસ્થ્ય અને સંભાળ માટે હવે પહેલા કરતા વધારે કડક થયા છે.આર્યન્ખાણ ડ્રગ્સ કેસમાં ફસાઈ જેલમાં જતા શાહરૂખ અને ગૌરી બંને બેહદ પરેશાન રહ્યા છે.હવે પુત્ર ઘરે પરત આવતા બંને એ મોટો નિર્ણય લીધો છે .જેથી તે દીકરાને વધુ સુરક્ષિત રાખી શકે.

આર્યન માટે બોડીગાર્ડ 

શાહરૂખ ખાન અને ગૌરી આર્યન માટે વ્યક્તિગત સુરક્ષાકર્મી રાખવાનો નિર્ણય કર્યો છે.શાહરૂખ ખાન સાથે તેમનો બોડીગાર્ડ હંમેશા પડછાયા માફક રહે છે.હવે આર્યન ખાન પાસે પણ તેમનો અલગ બોડીગાર્ડ હશે. કહેવાય છે  કે, શાહરૂખ તાજેતરની ઘટનાથી અંદરથી જ એટલો વ્યથિત થઇ ગયો છે,તે વિચારે છે કે, જો આર્યન પાસે તેમનો બોડીગાર્ડ હોત તો લગભગ  આ વાત આટલી મોટી  ના બની હોત. રવિની જેમ તે આર્યનનું ધાન રાખત.શાહરૂખ હવે જલ્દી આર્યન માટે બોડીગાર્ડ રાખવાનું મન બનાવી ચુક્યો છે.

આ સિવાય આર્યન સાથે જોડાયેલી એક ખબર એ પણ છે કે, દિવાળી બાદ શાહરૂખ ખાન આર્યનને 'મન્નત'થી દૂર કરી દેશે ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ,આર્યન ખાને પોતાનો પાસપોર્ટ સ્પેશલ કોર્ટમાં જમા કરાવવો પડ્યો છે.શરત પ્રમાણે,આર્યન વગર કોઈ મંજૂરીએ મુંબઈ કે ભારત બહાર જઈ શકે નહિ.એવામાં કહેવાય છે કે, શાહરૂખ ખાન પોતાના અલીબાગ વાળા ફાર્મ હાઉસમાં આર્યનને શિફ્ટ કરી દેશે.

આર્યન ખાન માટે ઓક્ટોબરનો મહિનો બેહદ મુશ્કેલી ભર્યો રહ્યો.શાહરૂખ અને ગૌરી ઈચ્છે છે કે, આર્યનને મીડિયાની નજરથી બ્રેક મળે. અને તે ખુદ તેના પર ધ્યાન આપી શકે.એટલા માટે જ દિવાળી બાદ આર્યનને અલીબાગ મોકલાઈ રહ્યો છે.અલીબાગમાં શાહરૂખનું આલીશાન ફાર્મ હાઉસ છે.અલીબાગમાં પુત્રને મોકલવામાં કોઈ તકલીફવાળી વાત નથી.એટલે શાહરૂખ ઈચ્છે છે કે, માનસિક તાણ દૂર કરવા આર્યન અલીબાગમાં રહે. 

ડીસેમ્બરમાં શાહરૂખ શરુ કરશે કામ 

પુત્ર ફસાયાથી શાહરૂખ ખાનનું કામકાજ અટકી ગયું હતું.તે ફિલ્મ પઠાન અને ડાયરેક્ટર Atlee ની ફિલ્મને વચ્ચેથી છોડીને ભારત પરત ફર્યો હતો.આને  લઈને સમાચાર મળ્યા છે કે, શાહરૂખ ખાન ડીસેમ્બરમાં કામ ફરીથી શરુ કરશે.હમાના તો શાહરૂખ પરિવાર સાથે દિવાળી ઉજવશે.ત્યારબાદ સમગ્ર પરિવાર કેટલોક સમય આર્યન ખાન  સાથે અલીબાગમાં વિતાવશે. શાહરૂખ કામ પર પરત ફરશે ત્યારે, ગૌરી અને અબરામ આર્યન સાથે અલીબાગમાં રહેશે.   

સંકળાયેલા મુદ્દાઓ

અલીબાગ આર્યન ખાન બોલીવૂડ શાહરૂખ ખાન Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ